તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી સ્પોર્ટ્સ:ગ્રૂપ-સીમાં ભાવનગરની ટીમ વડોદરા, કચ્છ, આણંદ સામે ટકરાશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુર ચાલતી ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટીટીની સ્પર્ધામાં રોમાચંક મુકાબલો

સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર ખાતે ચાલી રહેલી એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં આજે સવારે ટીમ ચેમ્પિયનશીપ ઇવેન્ટનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ના કચ્છ રીઝનલ મેનેજર શંકર એમ. ઐયેર અને કચ્છના એરિયા રેલ્વે મેનેજર આદિશ પઠાનીયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મહત્વની સ્પર્ધામાં અમદાવાદે મેન્સ કેટેગરીમાં મોખરાનો ક્રમ હાંસલ કર્યો છે. ટુર્નામેન્ટના સત્તાવાર ઉદઘાટન સમારંભમાં ટીમ ઇવેન્ટ માટેના ડ્રો જારી કરાયા હતા જેમાં અમદાવાદ, સુરત અને નવસારી ગ્રૂપ-એમાં મુકાબલા કરશે.

ગ્રૂપ-બીમાં બીજા ક્રમની ભાવનગરની ટીમ રાજકોટ, પોરબંદર અને અરાવલ્લી સામે મુકાબલા કરશે જ્યારે ગ્રૂપ-સીમાં ત્રીજા ક્રમના વડોદરાની ટીમ ઉપરાંત કચ્છ, આણંદ અને વલસાડની ટીમો સામેલ છે. વિમેન્સ ડ્રોમાં મોખરાના ક્રમની સુરતની ટીમ ગ્રૂપ-એમાં વડોદરા, કચ્છ અને આણંદ સામે રમશે તો ગ્રૂપ-બીમાં બીજા ક્રમની ભાવનગરની ટીમ ઉપરાંત અમદાવાદ, નવસારી અને રાજકોટની ટીમ સામેલ છે. જુનિયર બોયઝમાં મોખરાના ક્રમની અમદાવાદની ટીમ ગ્રૂપ-એમાં પોરબંદર અને અરાવલ્લી સામે રમશે તો ગ્રૂપ-બીમાં બીજા ક્રમની સુરતની ટીમ સાથે રાજકોટ અને આણંદની ટીમ મુકાબલા કરશે જ્યારે ગ્રૂપ-સીમાં ત્રીજા ક્રમની ભાવનગરની ટીમનો મુકાબલો વડોદરા, કચ્છ અને વલસાડ સામે થશે. દરમિયાન જુનિયર ગર્લ્સ ટીમમાં મોખરાની સુરતની ટીમ અમદાવાદ અને આણંદ સામે ગ્રૂપ-એમાં અને બીજા ક્રમની ભાવનગરની ટીમ ગ્રૂપ-બીમાં વડોદરા અને નવસારી સામે ટકરાશે.

જુનિયર ગર્લ્સ (અંડર-17) ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદની નિધી પ્રજાપતિએ મજબૂત પ્રતિકાર અને લડાયક રમતનું પ્રદર્શન કર્યું હતું અને આ બિનક્રમાંકિત યુવા ખેલાડીએ ભાવનગરની છઠ્ઠા ક્રમની રૂત્વા કોઠારી સામે બે ગેમથી પાછળ રહ્યા બાદ હરાવી હતી. શનિવારના દિવસની આ સૌથી રોમાંચક મેચ હતી. અગાઉ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં નિધીએ દિવસનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. અહીં તેણે ભાવનગરની બીજા ક્રમની રિયા જયસ્વાલને એક ગેમ પાછળ રહ્યા બાદ, નિધીની સાથી ખેલાડી પ્રાથા પવારે સાતમા ક્રમની ભૈરવી મિસ્ત્રી (ભાવનગર)ને, શુક્રવારે અંડર-13 ટાઇટલ જીતનારી પ્રાથાએ ચોથા ક્રમની ખુશી જાધવને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મોખરાના ક્રમની મિલી તન્ના (સુરત)એ પણ આગેકૂચ જારી રાખીને નવસારીની સિદ્ધિ બલસારાને જ્યારે ત્રીજા ક્રમની સુરતની અર્ની પરમારે અંડર-15 ટાઇટલ જીત્યા બાદ અમદાવાદની બિનક્રમાંકિત મૌબિની ચેટરજી સામેની ક્વાર્ટર ફાઇનલમાં વિજય હાંસલ કર્યો હતો. રસપ્રદ રીતે મૌબિનીએ પાંચમા ક્રમની સુરતની ક્રિશા રાવલને તેની પ્રિ ક્વાર્ટર મેચમાં હરાવી હતી. દરમિયાન જુનિયર બોયઝ (અંડર-17)માં શ્લોક બજાજે (સુરત) અમદાવાદના બિનક્રમાંકિત સુમિત નાયર સામે, ત્રીજા ક્રમના હર્ષ પટેલ (અમદાવાદ)એ બરોડાના સમર્થ શેખાવતને હરાવ્યો હતો. સુરતના ચોથા ક્રમના શ્લોક માલપાણીએ પણ અરાવલ્લીના હર્ષવર્ધન પટેલ સામે જ્યારે પાંચમા ક્રમના અરમાન શેખે એક ગેમ પાછળ રહ્યા બાદ અરાવલ્લીના જન્મેજય પટેલને પરાજીત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...