તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ગાંધીધામના સુંદરપુરીમાં યુવાને ગળે ફાંસો ખાધો, જરૂ રોડ પર વ્યક્તિએ ઝેરી દવા પી લેતા મોત

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગાંધીધામના નવી સુંદરપુરી ખાતે યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લઇ આયખું ઠુંકાવી લીધું હોવાની અને અંજાર-જરૂ રોડ પર 40 વર્ષીય વ્યક્તિએ પાકમાં છાંટવાની દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપાજ્યું હોવાની ઘટના પાોલીસ ચોપડે નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવી સુંદરપુરીના મહેશ્વરી ફળીયામાં રહેતા 22 વર્ષીય કૈલાશ શામજીભાઇ મહેશ્વરીએ ગત સાંજે પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો જેને તેમના પિતા શામજીભાઇ થાવરભાઇ મહેશ્વરી રામબાગ હોસ્પિટલ લઇ ગયા હતા તબીબે એ-ડિવિઝન પોલીસને જાણ કરી પોસ્ટમોર્ટમ કર્યું હતું. કયા કારણોસર આ યુવાને અંતિમ પગલું ભરી લીધુ તે જાણી શકાયું નથી.

કારણ જાણવા પીએસઆઇ કે.એન.જેઠવાએ તપાસ હાથ ધરી છે. તો, અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના જરૂ ગામે રહેતા 40 વર્ષીય વેલજીભાઈ હમીરભાઈ કોલીએ કોઈ અગમ્ય કારણોસર અંજાર-જરૂ રોડ પર તા. 29/1ના પાકમાં છાંટવાની દવા પી લીધી હતી. જેથી તેમને નાગલપરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું તા. 5/2ના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો