ભુજ:ગાંધીધામમાં શ્રમિકો પરિવાર સાથે તડકે તપ્યા

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6000 કામદારોની ઘર વાપસી
  • ગીદવાણી સ્કૂલમાં છાંયડાની વ્યવસ્થાનો અભાવ

પચરંગી વસતી ધરાવતા ગાંધીધામમાં પણ લોકડાઉન પહેલા જ કેટલાક શ્રમિકોએ કામ મળતું ન હોવાના મુદ્દે વતનની રાહ પકડવાનું નક્કી કરી લીધું હતું આજે ગોરખપુર અને આસામ માટે શ્રમિકો અને તેના પરીવારજનોને લઇ જવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સી.જી. ગીદવાણી શાળાના કમ્પાઉન્ડમાં સવારથી જ શ્રમિકો અને તેના પરીવારજનોને બેસાડી દેવામાં આવ્યા હતા.  ગરમીના પ્રકોપ વચ્ચે શ્રમિકો માટે છાંયડાની વ્યવસ્થા ન હોવાતી તપ્યા હતા. જમવાની બાબતે પણ થયેલી વ્યવસ્થામાં સામાજિક અંતરનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. સાંજના સમયે રેલવે સ્ટેશને રવાના કરવા બસમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં પણ શ્રમિકોને ઠસોઠસ ભરીને સામાજિક અંતર જાળવવાનું ભુલાઇ ગયું હતું. સૂત્રોના દાવા મુજબ અત્યાર સુધી 6000થી વધુ શ્રમિકો અને તેના પરીવારજનો વતન પહોંચી ગયા છે. 

ગાંધીધામના રેલવે સ્ટેશનથી શ્રમિકો દિબ્રુગઢ, ગોરખપુર જવા રવાના
વડાપ્રધાન અવારનવાર તાકીદ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા લોકોને ઘરમાં રહેવાની સાથે સાથે સામાજિક અંતર પર ભાર મુકી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કરવામાં આવતી તાકીદ પછી કોઇને કોઇ કારણોસર તેનું પાલન સરકારી બાબુઓ જ કેટલીક વખત ચુકી જતા હોવાની ફરીયાદ ઉઠે છે. આજે ગીદવાણી સ્કૂલમાં આવો જ તાલ જોવા મળ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું ન હતું. આ શ્રમિકોને રવાના કરવામાં આવ્યા પછી મેદાનની સામેના ભાગે અને કમ્પાઉન્ડ વોલને અડીને  અન્ય શ્રમિકો પોતાનો વારો આવે તો વતન વાપસી માટે જઇએ તે અંગે કાગડોળે રાહ જોઇને બેઠા હતા. મંગળવારે ગાંધીધામથી આસામ જવા માટેની શ્રમિક વિશેષ ટ્રેન રવાના થઈ હતી. આસામાના દિબ્રુગઢ સુધી જતી આ ટ્રેન રાત્રીના 8 વાગ્યે ઉપડી હતી, જેમાં 1100 જેટલા શ્રમિકો ગાંધીધામથી સવાર થયા હતા, અને 500 જેટલા અમદાવાદથી જોડાવાના હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ સાથે ભુજથી રવાના થયેલી ગોરખપુર ટ્રેનએ પણ ગાંધીધામમાં હોલ્ડ લીધો હતો, જ્યાં એક હજાર જેટલા વધુ શ્રમિકોએ અહિથી ઉતરપ્રદેશ જવા માટે ટ્રેન પકડી હતી.  

અન્ય સમાચારો પણ છે...