તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઔધોગિક ગતીવીધીના કારણે કચ્છની આર્થિક પાટનગરી ગણાતા ગાંધીધામમાં શ્રમિકોએ કંડલા જતા નેશનલ હાઈવે પર ઉતરી આવીને ટ્રેનની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. નજરે જોનારાઓએ બે થી ત્રણ ટ્રકો પર પથ્થર ફેંકાતા તેના કાંચ તુટ્યા હોવાનું જણાવ્યું હતું, તો એકાદ હજારથી વધુની સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ નેશનલ હાઈવે પર પથ્થર મુકિને ટ્રાફિક બંધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. સ્થિતીની જાણ થતા 10થી વધુ પોલીસ કારો સાથેનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને સંયમ પુર્વક કામ લઈને સ્થિતી વણસતા અટકાવી હતી. દોઢ કલાકના વિરોધ અને મનામણા બાદ વીના બળપ્રયોગે શ્રમિકો વિખેરાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સદભાગ્યે સમગ્ર ઘટનાક્રમમાં કોઇને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું નહતું.
લોકડાઉનના પગલે સમગ્ર દેશમાં પોતાના વતન જવા ઈચ્છતા શ્રમિકોને પડી રહેલી સમસ્યાઓના અહેવાલ બહાર આવ્યા બાદ ગત સપ્તાહથી સરકારે માંગ અનુસાર અલગ અલગ રાજ્યોમાં શ્રમિક વિશેષ ટ્રેન ચલાવવાની શરુઆત કરી છે. પોર્ટ સીટી હોવાના કારણે ગાંધીધામ અને તેની આસપાસ આવેલા મોટી સંખ્યામાં ઉધોગોના પગલે દેશના વિવિધ પ્રાંતોથી હજારોની સંખ્યામાં શ્રમિકો શહેર અને તેની આસપાસની વસાહતોમાં વસવાટ કરે છે અને રોજીરોટી મેળવે છે. દરમ્યાન લોકડાઉન બાદથી ગાંધીધામની આ વિશેષ સ્થિતીના કારણે પહેલાથીજ ચીંતા વ્યક્ત કરાતી હતી, દરમ્યાન બુધવારના સાંજે એકાએક બિહાર માટે ટ્રેનની માંગ સાથે એકાએક એક હજાર જેટલા લોકોનું ટોળુ કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારથી નિકળીને હાઈવે પર આવી ચડ્યું હતું અને રોડ પર પથ્થર અને ઝાડી, ઝાંખરા રાખીને રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન કેટલાક તત્વોએ વાહનો પર પથ્થર મારીને તેના કાંચ પણ તોડી નાખ્યા હતા. સ્થિતી અંગે જાણ થતા ગાંધીધામ એ, બી ડિવીઝન, એલસીબી અને એસપી સહિતનો કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો. ટસના મસ ન થતા શ્રમિકો બિહારની ટ્રેનની માંગ કરી રહ્યા હતા, સાથે અગાઉ મુલતવી રખાયેલી યુપીની ટ્રેનનો પણ રોષ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે સ્થળ પર આવીને 'ગુડ ન્યુઝ' લાવ્યા હોવાનુ જણાવીને બિહાર માટેની ટ્રેન 16 અને 17 તારીખે ગાંધીધામથી ચાલશે તેમ જણાવ્યું હતું. આ સાથે ભોજનની વ્યવસ્થા કરવાનો વિશ્વાસ પણ આપ્યો હતો. ત્યારબાદ લોકો વિખેરાતા સહુને રાહતનો દમ લીધો હતો.
ગાંધીધામથી ગોરખપુરની ટ્રેન મુલત્વી રખાઈ હતી
ગાંધીધામથી અત્યાર સુધી ત્રણ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર માટે ચાલી ચુકિ છે. પરંતુ ગત સોમવારે ગાંધીધામથી ગોરખપુર જનારી શ્રમિક ટ્રેનને ઉતરપ્રદેશ સરકાર દ્વારા સ્ટેશન નક્કિ ન કરાતા મુલતવી રખાઈ હતી. જેના કારણે એક વર્ગમાં રોષની લાગણી હતી, જે એક દિવસ અગાઉ અંજારના એસડીએમ કચેરી સામે પણ રાત્રે એકત્ર થઈને લોકોએ વ્યક્ત કરી હતી. ત્યારે પણ સમજાવીને પરત મોકલી દેવાયા હતા.
કોઇ નેતા કે આગેવાન ન ફરક્યા
ગાંધીધામમાં લાંબા સમયથી વિકટ સમયગાળામાં ચુંટાયેલા નેતાઓની તમામ સ્તરીય ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. સંકુલના નેતાઓ અને પોતાને શ્રમિકોના આગેવાન ગણાવતા લોકો પણ આ સમયે દેખા દીધી નહતી. તો પક્ષ કે વિપક્ષમાંથી પણ કોઇ વ્યક્તિ ઓન ગ્રાઉન્ડ ગેરહાજર જોવા મળ્યો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.