તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રે કમર કસી:બેઝઓઈલના હબ ગાંધીધામમાં દાણચોરોને નાથવા તંત્રે કમર કસી

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક અસરથી બાયોડિઝલનું વેંચાણ બંધ કરવા આદેશથી ફફડાટ
  • વ્યાજખોરીના ધંધાર્થીઓના આર્થિક વ્યવહારોથી તપાસ થશેઃ જીએસટીના દરોડાઓમાં શું મળ્યું ?

આદેશ બાદ તંત્રે કમર કસી હોવાનું જાણવા મળે છે. નોંધવું રહ્યું કે ગાંધીધામને બેઝ ઓઈલના ઈમ્પોર્ટરો, ડિસ્ટીબ્યુટરોનું હબ હોવાનું સામે આવતું રહ્યું છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કરેલી જાહેરાત અનુસાર રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી. ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાના આદેશ આપીને વેચાણ નીતિના અમલીકરણ કરવા નિર્ણય લેવાયો હતો.

બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટલેટ મારફતે કરી શકાશે નહિ, ફકત ઓઇલ માર્કેટિંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરીને વેચાણ કરી શકશે. ગાંધીધામ, કચ્છમાં બેઝ ઓઈલ અને બાયોડીઝલ ના નામે લાંબા સમયથી કારસ્તાન ચાલતું હોવાનું અને તેમાં વ્યાજખોરો સહિતના જુના આર્થિક ગેરરીતીઓમાં સંલગ્ન લોકો સંકળાયેલા હોવાનું સામે આવતુ રહ્યું છે.

તો કેટલાક શીપીંગ વ્યવસાયના લોકોની સામેલગીરીની પણ ચર્ચા છેડાતી રહે છે ત્યારે હવે આ ગેરરીતીઓ પર નકેલ કસાય તેવી સંભાવના પ્રબળ બની છે. નોંધવુ રહ્યું કે ગાંધીધામમાં વ્યાજખોરો પણ આ ધંધામાં કુદી પડ્યા હોવાનું અને ગાંધીમાર્કેટ પાસે તેમના પ્રતિષ્ઠાનોમાં જીએસટીના દરોડા પણ પડ્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલાઈ ગયાની ચર્ચા છેડાઈ હતી. આ અંગે પણ ઉચ્ચ સ્તરે રિપોર્ટ થતા તે દરોડાઓમાં શું થયુ હતું તેની ઉચ્ચસ્તરીય તપાસ થશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

મોટા માથાના નેતાના પુત્ર ભાગીદાર હોવાના નામે ચાલતું કારસ્તાન
બેઝઓઈલના ખુલ્લેઆમ ચાલતા આ કારસ્તાનમાં મોટા માથાના નેતાનો પુત્ર પણ સીધી રીતે ભાગીદાર હોવાની ચર્ચા લાંબા સમયથી સંકુલમાં છે, પરંતુ તે અંગે કોઇ આધાર પુરાવા કે પ્રત્યક્ષ, પરોક્ષ સબંધ કોઇ રીતે સાબિત કરી શકાયો નથી ત્યારે માત્ર પોતાની દાણચોરી પ્રવૃતિ ને નેતાઓના નામે ચાલતા રાખવાના ઉદ્દેશ્ય સાથે આ અફવાઓને બળ અપાતું હોય તેવી સંભાવના પણ જાણકાર વર્તુળોમાં ચર્ચાનો મુદો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...