તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્ષા કવચ:ગાંધીધામ તાલુકામાં વધુ 1023ને કોરોના રસી અપાઈ

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુને વધુ લોકો અાવરી લેવા સંકુલમાં ઠેર ઠેર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું
 • આદિપુરની એક બેંકમાં કર્મચારી કોવિડથી સંક્રમિત હોવાની ચર્ચાથી લોકોમાં ભય ફેલાયો

ગાંધીધામ તાલુકામાં કોરોના રસીકરણ અભિયાનન સતત આગળ ધપી રહ્યુ છે, ગત રોજ જિલ્લામાં સૌથી વધુ વેક્સિન આપનાર તાલુકો બન્યા બાદ સોમવારે કુલ 1023 લોકોને રસી અપાઈ હતી. આદિપુરની એક બેંક શાખામાં કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બાબત ટોક ઓફ ધ ટાઉન બની હતી, જોકે અગાઉ પણ ગાંધીધામ, આદિપુરમાં વિવિધ સાર્વજનિક સ્તરે જોડાયેલી વ્યવસ્થાઓમાં કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે.

સમસ્ત પાટીદાર યુવા ક્રાંતિ દળ દ્વારા આયોજિત કોરોના રસીકરણ કેમ્પ-કચ્છ કડવા પાટીદાર ભવન ગાંધીધામ,પડાણા ખાતે કચ્છ કેમિકલ લિમિટેડ માં તેમજ મેઘપર બોરીચી જલારામ મદિર ખાતે કોરોના રસીકરણ કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

કચ્છ કડવા પાટીદાર ભવનમાં દીપ પ્રાગટ્યમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરીયા, કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ , વાસુદેવભાઈ સાખલા, ઉપપ્રમુખ કાંતિભાઈ પોકાર તેમજ સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, ગુણંવતભાઇ પટેલ, ડી.બી.સીતાપરા તેમજ તેમની ટીમ, તથા સમસ્ત પાટીદાર યુવા ક્રાંતિદળના હરેશભાઈ , સ્નેહલભાઈ, અશોકભાઇ, ભાવેશભાઈ, સચિનભાઈ, રાજેશભાઈ અને મનીષાબેન પટેલ હાજર રહ્યા હતા. મેઘપર બોરીચી જલારામ મદિર ખાતે દીપ પ્રાગટ્યમાં ડો.પાર્થ જાની , કિંજલ ગઢવી , ગોરધનભાઇ પાડલિયા , જયંતિભાઈ પોકાર તેમજ યુવા ક્રાંતિ દળના કિશોર પોકાર , પિયુષ પાડલિયા , હર્ષદ પટેલ , વિઠ્ઠલપરા રમેશ , કલ્પેશ પટેલ , દોત્રાની ધર્મેશ વગેરેએ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

તેમજ પડાણા ખાતે કચ્છ કેમિકલ લિમિટેડ માં સમસ્ત પાટીદાર યુવા ક્રાંતિ દળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ , ચિરાગ પટેલ, રજત પટેલ તેમજ કંપનીના વડા ડી.કે. પુરોહિત , વી.આર.પંડ્યા , વિક્રમગીરી તેમજ સુભાષ વર્મા, હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશની સાથે કચ્છમાં પણ કોરોનાની બીજી લહેર આવી છે જેને પગલે દિન પ્રતિદિન કેસ વધી રહ્યા છે. હાલે કોવિડ સામે લડવા માટે એકમાત્ર વેક્સિન જ અસરકારક હોઇ આરોગ્ય તંત્ર દ્વારા લોકોને રસી લેવા વારંવાર અનુરોધ કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો