તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ગાંધીધામમાં પૈસા બાબતે કપાતર પુત્રે વૃધ્ધ માતાને કુહાડી મારી નિર્મમ હત્યા કરી

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અકસ્માત મોતમાં ખપાવી પણ પોસ્ટમોર્ટમમમાં હત્યા હોવાનું ખૂલ્યું

ગાંધીધામના ભારતનગર રેલ્વે ઝૂંપડા વિસ્તારમાં બાઇકના હપ્તા બાબતે પૈસા મુદ્દે ઝઘડો થતાં પુત્રએ પોતાની 51 વર્ષીય માતાને જ કુહાડી ફટકારી મોતને ઘાટ ઉતારી હોવાનો અરેરાટી ભર્યો બનાવ બનવા પામ્યો છે. મુળ રાજસ્થાનના હાલે ગળપાદર રાજવીનગરમાં રહેતા અને પેસ્ટ કંટ્રોલનો વ્યવસાય કરતા 28 વર્ષીય દિનેશભાઇ મનોહરલાલ ખોરવાલ(રેગર) એ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પત્ની અને સંતાનો સાથે ગળપાદર રાજવી નગર રહે છે, તેમના મોટાભાઇ સુનિલ અને પંકજ મૃતક માતા દરિયાબેન મનોહરલાલ ખોરવાલ સાથે ભારતનગર રેલ્વે ઝૂંપડા ખાતે રહે છે.

મોટાભાઇ સુનિલના લગ્ન થઇ ગયા છે પરંતુ પારિવારિક ઝઘડાઓને કારણે હાલે નવરાત્રીથી તેના પત્ની કરિશ્માબેન જોધપુર પિયરમાં રિસામણે છે. ગત બપોરે દિનેશભાઇ પોતાના મિત્રો સાથે રણુજા દર્શન કરવા નિકળ્યા હતા અને સાંજે સાત વાગ્યે તેઓ સાંચોર પહોંચ્યા હતા ત્યારે તેમને કૌટુંબિક ભાણેજ વિશાલનો ફોન આવ્યો હતો કે નાનીને માથામાં લાગ્યું છે તમે જલદી આવો, આ ફોન આવતાં તેમણે માતાના ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો નો રીપ્લાયથતાં તેમણે મોટાભાઇ સુનિલને ફોન કર્યો હતો

જેમાં સુનિલે માતાને પડી જતાં માથામાં લાગતાં મૃત્યુ થયું હોવાનું જણાવી મૃતદેહ વતન લઇ જવાનું કહેતાં દિનેશભાઇએ પોલીસને જાણ કરવા અને તેઓ ત્યાં પહોંચે છે તેવું કહી તેઓ પરત ફર્યા હતા અને રામબાગ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં તેમની માતાનું માથામાં હથિયાર લાગવાને કારણે મોત નિપજ્યું હોવાનું બહાર આવતાં તેણે આ બાબતે તેના મોટાભાઇ સુનિલને પુછતાં સુનિલે કબૂલ્યું હતું કે તેણે જ માતાને પૈસા બાબતે ઝઘડો થતાં માથામાં કુહાડી મારી હત્યા કરી છે.

દિનેશભાઇએ તેના મોટાભાઇ સુનિલે ઓક્ટોબરમાં લીધેલા બાઇકના હપ્તા ભરવા અવાર નવાર પૈસા બાબતે માતા સાથે ઝઘડા કરતા હતા અને એ મુદ્દે જ થયેલા ઝઘડામાં સુનિલે 51 વર્ષીય માતા દરિયાબેન મનોહરભાઇ ખોરવાલને કુહાડી માથામાં ફટકારી મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવી છે. પીઆઇ કે.પી.સાગઠિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ પોલીસમાં અકસ્માત મોતની ઘટના નોંધાવાઇ
ભારતનગર રેલ્વે ઝૂંપડા વિસ્તારમાં પોતાની 51 વર્ષીય માતાને કુહાડી ફટકારી કપાતરે હત્યા કરી હોવાની ઘટનામાં તેણે પોતાની માતા પડી ગયા હોવાને કારણે માથામાં ઇજા પહોંચી હોવાનું જણાવતાં એ-ડિવિઝન પોલીસ મથકે 51 વર્ષીય દરિયાબેનનું અકસ્માત મોત થયું હોવાની નોંધ કરાવાઇ હતી પરંતુ પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં આ હત્યા હોવાનું બહાર આવતાં આરોપીએ આખરે કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો