તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર મરાયો:ગાંધીધામમાં મિત્રએ જ પ્રૌઢને પાઇપથી ફટકાર્યા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં મહિલા દુકાનદારને માર મરાયો

ગાંધીધામના ખોડિયારનગરમાં એકલા રહેતા 54 વર્ષીય રિક્ષા ચાલક સંતોષભાઇ રામદયાલ રેગર ગત રાત્રે પોતે રસોઇ બનાવી જમી રહ્યા હતા તનો મિત્ર જયેન્દ્રગીરી દિપકગીરી બાજુમાં બેઠો હતો ત્યારે બીજો મિત્ર ખેમચંદ ચંદુલાલ કોલી ઘરે આવતાં જમવાનો ટાઇમ હોતાં તેને જમવાનું કહ્યું હતું અને જમવા બેઠો હતો. તેણે જમતા જમતા ખાવાનું આવું ખરાબ કેમ બનાવ્યું છે કહેતાં સંતોષભાઇએ જમવું હોય તો જમી લે નહીં તો ચાલ્યો જા કહેતાં તે ચલ્યા ગયા બાદ થોડી વારમાં પરત આવી તે મને જમવાની કેમ ના પાડી કહી બોલાચાલી કરી લોખંડના સળિયાથી માર મારી માથામાં અને ડાબા હાથે ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા઼ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો ગાંધીધામના ગણેશનગરમાં રહેતા શિતલબેન હિતેષભાઇ ડાહ્યાભાઇ ધેડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પડોશમાં જ રહેતા સાહિલ મોહનભાઇ માતંગ સાથે તેમના પતિની બે દિવસ પહેલાં થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી ગઇકાલે બપોરે તે દુકાને આવ્યો હતો અને પતિને ગાળો બોલી રહ્યો હતો. ઝપાઝપી કરી ધક બુશટનો માર માર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...