તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ગાંધીધામમાં માછલી સારી નથી આપતો કહી ધંધાર્થીને માર માર્યો

ગાંધીધામ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ કચ્છમાં મારામારીની 3 ઘટનામાં 4 સામે ગુના નોંધાયા
 • વેરસરામાં વૃધ્ધને લાકડી ફટકારાઇ

પૂર્વ કચ્છમાં ગાંધીધામ, ભચાઉ અને રાપરના વેરસરા ગામ ખાતે મારામારીની ત્રણ ઘટના નોંધાઇ હતી જેમાં ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. મૂળ વેરાવળના અને હાલે ગાંધીધામની ખન્ના માર્કેટમાં રહી રિહાન ફીશ નામની દુકાનમાં માછલી વેચવાનો ધંધો કરતા 38 વર્ષીય ફારૂકભાઇ અનવરભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત સવારથી તે પોતાની દુકાનમાં માછલીનું વેંચાણ કરી રહ્યો હતો ત્યારે સાંજે તેમની દુકાને આવેલા સલમાન ઇકબાલ મિયાણાએ આવી તું માછલી કેમ સારી નથી આપતો કહી બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી તેના ભેઠમાંથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભચાઉના માનસરોવર વિસ્તારમાં કરીયાણાની દુકાન ધરાવતા 40 વર્ષીય પ્રકાશભાઇ ધનજીભાઇ પ્રજાપતિતા.4/2 ના સાંજે તેમના વિસ્તારમાં રહેતો દિલાવર સુલતાન લંઘા એ આવીને સિગારેટ અને તમાકુની માગણી કરી હતી જેમાં તેણે અગાઉ ત્રણ વખત ઉધારીમાં વસ્તુઓ લીધી તે પૈસા આપ નહીંતર ઉધાર નહીં મળે કહેતાં દિલાવરે પ્રકાશભાઇ સાથે ઝપાઝપી કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો રાપર તાલુકાના વેરસરા ગામ ખાતે રહેતા રાહુભા હરિસિંહ સોઢાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.5/2 ના રોજ તેમના ગામમાં જ રહેતા મહિપતસિંહ ગંભીરસિંહ સોઢા અને લાલુભા ગંભીરસિંહ સોઢાએ અમે ડિઝલનો કેરબો લઇ ગયા તેવી શંકા કેમ કરો છો કહી લાકડી વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. બાલાસર પોલીસે બે વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામ સહિત સહિત પૂર્વ કચ્છ વિસ્તારમાં સામાન્ય મુદ્દે મારામારીની ઘટના પોલીસ સુધી પહોંચે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો