તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમનસીબ સીલસીલો:ગાંધીધામમાં ગર્ભવતી મહિલાએ અગમ્ય કારણથી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

ગાંધીધામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પૂર્વ કચ્છમાં સતત બીજા દિવસે ત્રણ અપમૃત્યુ નોંધાયા
 • હમીરપરમાં ઝેરી દવા પી જનાર યુવાનનું બીજા દિવસે સારવારમાં મોત

પૂર્વ કચ્છમાં ગઇકાલે ત્રણ અપમૃત્યુ નોંધાયા બાદ સતત બીજા દિવસે પણ અપમૃત્યુની ત્રણ ઘટનાઓ નોંધાઇ છે, જેમાં ગાંધીધામમાં ગર્ભવતી મહિલાએ ગળે ફાંસો ખાઇ જીંદગી ટુંકાવી હતી, રાપરના ભીમાસર પાસે માનસિક અસ્થિર આધેડનું ટ્રેન નીચે કપાતાં જીવ ગયો હતો, તો રાપરના નાની હમીરપરમાં ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ગાંધીધામના નવી સુંદરપુરી ખાતે રહેતા 22 વર્ષીય રસીલાબેન નરેન્દ્રભાઇ મેરીયાએ ગત સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો.

તેમને હોસ્પિટલ લઇ આવનાર તેમના સસરા ભરતભાઇ મેરીયાએ આપેલી પ્રાથમિક વિગતો મુજબ મૃતક પરિણિતાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હતો અને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું તેમણે જણાવ્યું હતું . કયા કારણોસર આ યુવાન પરિણિતાએ અંતિમ પગલું ભરી લીધું તે જાણવા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે.રાપર તાલુકાના નાની હમીરપર ગામ ખાતે ગત તા.27/1 ના રોજ ઝેરી દવા પી લેનાર 27 વર્ષીય વેલજીભાઇ અખાભાઇ પરમારને સારવાર માટે મોરબી ખસેડાયા હતા જ્યાં તા.28/1 નારોજ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હોવાની જાણ આડેસર પોલીસને કરાતાં આડેસર પોલીસે કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો