ફરિયાદ:ગાંધીધામમાં મિત્ર 14 લાખની થાર ગાડી લઇ ગયા બાદ પરત ન આવ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરતી હોટલ પાસેથી ઘરે જવા નિકળ્યા બાદ ન આવી છેતરપિંડી આચરી

ગાંધીધામ હોટલમાં ભેગા થયેલા મિત્રોમાંથી એક મિત્ર ઘરે જવું છે કહી રૂ.14 લાખની કીંમતની થાર ગાડી લઇ ગયા બાદ આજે ત્રણ દિવસે પણ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ગળપાદરના શાંતિધામ ખાતે રહેતા 19 વર્ષીય રાહુલ પવનભાઇ શર્માએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તા.12/9 ના રાત્રે 9 વાગ્યાના અરસામાં તેમના મિત્ર રમજાનભાઇ અગરિયા, દિક્ષિત જાડેજા, હસન અલી અગરિયા સહિત મિત્રો આરતી હોટલમાં નીચે બેઠા હતા. રમઝાન પોતાની રૂ.14,00,000 ની કિ઼મતની મહિન્દ્રાની થાર ગાડી લઇને આવ્યો હતો.

આ થાર ગાડીનો ચક્કર લેવા તેમણે ગાડીની ચાવી લઇ તે ચક્કર મારવા ગયા બાદ પરત આવ્યા ત્યારે હિતેન કનાડાએ તેની પાસેથી થાર ગાડીની ચાવી લઇ હું ઘરે જઇને આવું કહી ગાડી લઇ ગયો હતો. રાત્રે 10 વાગ્યે પરત ન આવતચાં તેમણે હિતેનને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો.

વોટ્સએપ કોલ કર્યો તો થોડીવારમાં આવું છું તેમ કહ્યું હતું પરંતુ સાડા અગિયાર વાગ્યા સુધી ન આવતાં ફરી ફોન લગાવ્યો હતો જેમાં તેણે હવે હું નહીં આવું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આજ દિવસ સુધી તેણે રૂ.14 લાખની થાર ગાડી પરત ન કરતાં તપાસ કરી તો તે ક્યાંય મળ્યો ન હતો જેથી આ બાબતે તેણે છેતરપિડી આચરી હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. પીએસઆઇ એન.વી રહેવરે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...