તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ગાંધીધામમાં 50% લોકોનું રસીકરણ થયું, ડોઝનો સપ્લાય નિયમીત રહે તે જરૂરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 લાખને રસી, કુલ 1.32 લાખ ડોઝ અપાયા

કૉવિડ 19 રસીકરણ કાર્યક્રમમાં તાલુકામાં 1 લાખ જેટલા લોકો એ ઓછામા ઓછો એક વેક્સિનનો ડોઝ લઈ લીધો હોવાનું મંગળવારે જાહેર કરાયું હતું. તાલુકામાં કુલ અપાયેલા ડોઝની સંખ્યા 1.32લાખ છે. 18 થી 44 વર્ષના 43260 અને 45 થી 60 ની આયુ વર્ગમાં 28740, તો 60 વર્ષ થી ઉપરના 15727 લોકોની સાથે ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સ મળી એક લાખ થી વધુ લોકોએ આજ સુધીમાં પ્રથમ ડોઝ લીધો છે. આમાં પણ 18 થી 44 આયુના યુવાનોએ જીલ્લાના ખૂણે ખૂણે પહોંચી અને ખાનગી જગ્યાએ લીધેલી વેક્સિનના આંકડાને પણ જોઇએ તો કુલ આંકડો 1.10 લાખને પણ આંબે તેમ હોવાનું વિષયના તજજ્ઞોએ જણાવ્યું હતું.

સંભવિત 3 જી લહેર ને રોકવી હોય તો રસીકરણ જ ઉપાય છે. જેને સાર્થક કરવા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ સુતરીયા, વિનોદ ગેલોતર અને ચેતનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર, આરોગ્યનો સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, આશા અને શિક્ષકો તેમજ વહીવટી તંત્ર સતત પ્રચાર પ્રસાર કરીને લોકોને જાગૃત કરી રહ્યા છે. જે મુજબ તાલુકા ટાર્ગેટ અનુસાર50% જેટલા લોકોએ અત્યાર સુધી પ્રથમ ડોઝ લઈ લીધો છે. અત્યારે પહેલા થી નામ નોંધણી કરાવીને એસડીએચ રામબાગ હોસ્પિટલમાં રસી લઈ શકાય છે. સ્થળ પર જઈ આધાર કાર્ડ સાથે આદિપુર અર્બન હેલ્થ સેન્ટર 64 બજાર,આદિપુર અર્બન સેન્ટર 4 બી, સુંદરપુરી અર્બન સેન્ટર, ગણેશનગર અર્બન સેન્ટર, ઝંડા ચૉક અને ગાંધીધામ અર્બન સેન્ટર 3(રેડક્રોસ),કિડાણા અને મીઠી રોહર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ડીપીટી હૉસ્પિટલ ગોપાલપુરી ખાતે રસીકરણ કામગીરી થઈ રહી હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...