કોર્ટનો ચુકાદો:ગાંધીધામમાં 4 હોર્ડીંગ એજન્સીઓને એક કરોડ જેટલી રકમ ભરપાઈ કરવી પડશે

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં આવક ન થવા અંગે પબ્લિસિટીના કેસમાં કોર્ટનો ચુકાદો
  • મહામારી ગાળાના છ મહિના બાદ કરીને 18 મહિનાનું ચુકવણુ કરવા જણાવ્યુંં, ગાંધીધામની 4 પેઢી સામેલ

કોરોના મહામારીના ગાળામાં પબ્લીસીટી કંપનીઓ આવક ન થઈ હોવાથી નગરપાલિકાના ટેન્ડર પ્રક્રિયામાં નિયત કરેલી રકમ ભરપાઈ ન કરીને તેમા રાહતની માંગ સાથે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અંગે રાજ્યભર માટે આવેલા આદેશ અનુસાર ગાંધીધામની ચાર પબ્લીસીટી પેઢીઓ સહિતનાને છ મહિનાનીજ રાહત અપાઈ છે, સુત્રોનું માનીયે તો ચારેય એજન્સીઓએ કુલ મળીને અંદાજીત એક કરોડ જેટલુ ભરણુ આ કારણોસર કરવું પડી શકે છે.

કોરોનાના મહામારી કાળમાં સામાજિક વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી ત્યારે માર્કેટીંગ વિભાગને મોટા પાયે ક્ષતીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકા દ્વારા દર વર્ષે અપાતા હોર્ડીંગના ટેન્ડર સંદર્ભે અગાઉથી નિયત રકમ અનુસારની આવક પેઢીઓને ન થતા રાજ્ય સ્તરે તમામ પબ્લીસીટી કંપનીઓ દ્વારા ન્યાયાલયના દ્વાર ખખડાવીને મહામારીના ગાળામાં આવક ન થઈ હોવાથી નગરપાલિકાઓમાં તે માટે ભરપાઈ કરવાના થતા રુપીયામાં રાહતની માંગ કરી હતી.

જે અંગે હાઈકોર્ટે આપેલા ચુકાદા અનુસાર પબ્લીસીટી એજન્સીઓને છ મહિનાના સમયગાળા માટેની રાહત અપાઈ હતી, આમ હવે 18 મહિનાના ગાળાની થતી રકમની ભરપાઈ નગરપાલિકામાં કરવાની રહેશે, ગાંધીધામના સંદર્ભમાં આ અંદાજીત રકમનો આંક એક કરોડ આસપાસ થવા જતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ઓછા દરે વિશેષ હોર્ડીંગની વ્યવસ્થાનો આક્ષેપ
ગાંધીધામ આદિપુરમાં દરેક મુખ્ય માર્ગો પર ઉભા કરાયેલા ઉંચા કાયમી હોર્ડીંગ્સને આવશ્યકતાની સરખામણીએ ખુબ નીચા દરે પરવાનગી અપાઈ હોવાનો આરોપ ઉઠવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાઈમ સ્થળોએ ખાનગી એજન્સી દ્વારા ઉભા કરાયેલા માળખા અને તે પર કરાઈ રહેલી પબ્લીસીટીથી જે આવક માર્કેટમાંથી પ્રાપ્ત થઈ રહી છે, તેની સરખામણી ખુબ નજીવા દર પાલિકામાં જમા કરાવવાનો રહે છે. આ દર અંગે ફેર વિચાર કરાય અને તેની યોગ્ય તપાસ કરાય તેવી અરજી જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...