તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ગાંધીધામમાં કંપનીના 3 કર્મીએ રૂ. 3.68 કરોડની ઉચાપત કરતા ગુનો

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની લોજીસ્ટીક કંપનીએ ફરિયાદ નોંધાવી

અમદાવાદની ડેલ્હીવરી ફ્રેઇટ સર્વિસિસ પ્રા.લિ. ના લોસ એન્ડ પ્રીવીએસન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા મહેન્દ્રભાઇ રમણભાઇ પરમારે ગાંધીધામ એ ડીવીઝનમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, તેમની કંપની ઓનલાઇન સર્વિસ અને લોજિસ્ટિકનું કામ કરે છે. ગાંધીધામ ખાતે આવેલી તેમની શાખામાં યુપીના સંદિપકુમાર ઇન્દ્રપાલ તોમર અને હરિયાણાના સંદિપ બલવંત સીહાગ સિનિયર એસોસિયેટ તરીકે તેમજ રાજસ્થાનના સુધીરકુમાર મેનપાલસિંગ એક્જ્યુકેટિવ તરીકે ફરજ બજાવે છે.

તા.27/1 થી તા.23/6 દરમિયાન તેમની કંપનીએ કુલ રૂ.7,49,34,106 નો વ્યવસાય કર્યો હતો. તેમાંથી રૂ.3,68,09,307 બાકી રકમની ઉઘરાણી શંકરકુમાર વિનયકુમાર ઝા કરી રહ્યા હતા. પરંતુ કંપનીના સંદિપકુમાર ઇન્દ્રપાલ તોમર, સંદિપ બલવંત સીહાગ અને સુધીરકુમાર મેનપાલસિંગ અવનવા બહાના બતાવતા હતા. તા.19/6 ના રોજ શંકરકુમાર ઝા તથા કુલદિપ લાખલન બન્ને જણા ગાંધીધામ આવ્યા હતા અને હિસાબ ચેક કર્યા બાદ તેમને ફોન કરીને રૂ.3.68 કરોડનો ફ્રોડ કરાયો હોવાની જાણ કરી હતી.

અમુક વેન્ડરોએ તેમની કંપની પાસેથી ભાડાનાા રૂપિયા લઇ જે-તે કંપનીમાં માલ ડીલીવરી કરી ડીલીવરી લેનાર કંપની પાસેથી પણ રોકડા અને ચેકથી રૂપિયા લઇ તે રકમ કંપનીમાં જમા ન કરાવી ફ્રોડ કર્યો હતો. આ તમામ જવાબદારી ગાંધીધામ ખાતે કામ કરી રહેલા ત્રણ કર્મચારીઓની છે.

જેથી તેઓ ઉપરાંત 14 વેન્ડરો સુખબીર ચરણસિંગ સોરાન, બીટ્ટુ જગબીર જાટ, પંકજ રમેશકુમાર સીહાગ, સોનુ જગબીર જાટ, અમરજિતસિંગ રામફલ, પ્રવિણ જગદિશ વર્મા, મુનિશ રામફલ સિંગ, આશુતોષ દેવેન્દ્ર સીંગલા, મયંક જયપ્રકાશ, ગોપાલરામ દાદુરામ શરન, જગદિશપ્રસાદ કાન્હારામ યાદવ, અંકિતકુમાર વિજયસિંગ સારણ, સુનિલ બલવંતસિંગ સીહાગ અને કિશોર બાબુભાઇ રાણાવાડીયા એમ કુલ 17 વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...