તપાસ:ધોળાવીરામાં ચૂંટણીના મનદુ:ખે યુવાનને માર મરાયો

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મકાનનું પૂછ્યું તો સરપંચના ભાઇ, પુત્ર ઉશ્કેરાયા

ધોળાવીરામાં સરપંચના ભાઇને ઇન્દીરા આવાસમાં મકાન મંજુર થયું છે તેમ પુછનારને સરપંચના ભાઇએ તું ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે અમારી વિરોધમાં હતો કહી માર માર્યો હોવાની ફરિયાદ ખડીર પોલીસ મથકે નોંધાઇ છે.

ધોળાવીરા રહેતા અને મજૂરીકામ કરતા 24 વર્ષીય અમરશીભાઇ કરશનભાઇ કોલીની ફરિયાદ મુજબ આ ઘટના તા.3/3 ના રાત્રે 8 વાગ્યાના અરસામાં બની હતી. જેમાં તે અને નરશી ગણેશા કોલી ધોળાવીરા નર્સરી બાજુ જઇ રહ્યા હતા તે દરમિયાન ટુરિઝમ રિસોર્ટ પાસે સરપંચના ભાઇ મેંદુભા વેલુભા સોઢા સામે મળતાં અમરશીભાઇએ તેમને ઇન્દિરા આવાસમાં મારૂં મકાન મંજૂર થયું છે ?

તેમ પુછતાં ઉશ્કેરાઇ ગયેલા મેંદુભાએ ગાળો આપી હતી અને મહિપતસિંહ વેલુભા સોઢા અને સરપંચના પુત્રએ ધક બુશટનો માર મારી તું ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે વિરોધ પક્ષમાં હતો તે બાબતનું મનદુ:ખ રાખી ઝઘડો કર્યો હતો. તેમણે ખડીર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઇ એમ.બી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...