ક્રાઇમ:ભુજ અને ગાંધીધામમાં IPL ની મેચ પર સટ્ટો રમાતા બે શખ્સ પકડાયા

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કહેર વચ્ચે કચ્છમાં આઇપીએલની મેચો પર સટ્ટાની બજાર ધમધમી છે, એક માસમાં જ પોલીસે ભુજ અને કેરાની વાડીમાં છાપો મારી સટ્ટોડીયાઓને ઝડપી પાડ્યા હતા ત્યા ફરી શુક્રવારે રાત્રે ભુજના હોસ્પિટલ રોડ પર તેમજ ગાંધીધામમાં ઝંડા ચોક ખાતે મોબાઇલ પર ઓનલાઇન સટ્ટો રમતા રમતા બે શખ્સને 12,760ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

ભુજ હોસ્પિટલ રોડ અંબેમાના મંદિર વાળી ગલીમાં આવેલ શોપીંગ સેન્ટરના પગથીયા પરથી વરૂણ શૈલેષભાઇ ઠકકર રહે ભાનુશાલીનગર વાળાને મોબાઇલ પર એપલીકેશનમાં ઓનલાઇન pinkdexch.com નામની વેબસાઇડ પર આઇડી મારફતે દુબઇ ખાતે દીલ્હી કેપિટલ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી મેચમાં હારજીત પર સટ્ટો રમતા બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. તેમના કબજામાંથી 5 હજારનો મોબાઇલ અને 700 રૂપિયા રોકડા કબજે કર્યા હતા.પુછતાછ દરમિયાન વરૂણને તેના મિત્ર તેજ ટકકરે મોબાઇલમાં આ આડી નાખી આપી હોવાનું પોલીસને જણાવ્યું હતું તેવી જ રીતે ગાંધીધામના ઝંડા ચોક ખાતે આવેલી સિધ્ધિ વિનાયક શોપ આગળ ખુરશી સ્ટુલ રાખી મોબાઇલ વડે AKEXCH-9.COM નામના સોફ્ટવેર મારફત આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સ અને દીલ્હી કેપિટલ ટીમ વચ્ચેની મેચ પર સટ્ટો રમી રમાડી રહેલા આદિપુરના કેશરનગરમાં રહેતા અનિલ રમેશભાઇ સાધુને રૂપિયા 60 રોકડા અને 7 હજારના મોબાઇલ સહિત 7,060 રૂપિયાના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે પકડી લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભુજમાં અન્ય એક આરોપીનું નામ ખૂલ્યું છે તે કૌભાંડમાં સંડોવાયેલા એક રાજકારણીનો સંબંધિ છે. આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ કર્મચારીએ પણ આવી ચર્ચાઓ ઉઠી છે તે વાતને સમર્થન આપ્યો છે. જોકે, તે ખરેખર રાજકારણીનો સંબંધિ છે કે કેમ તે ધરપકડ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...