દુર્ઘટના / ભચાઉમાં પિતાએ ટ્રેક્ટર રિવર્સ લીધું, નીચે સુતેલા પુત્ર ઉપર તોતિંગ પૈડાં ફર્યા

In Bhachau, the father reversed the tractor, turning the wheels on the son lying on the ground
X
In Bhachau, the father reversed the tractor, turning the wheels on the son lying on the ground

  • આડેસર હાઇવે પર એક ટ્રેઇલર ચાલક લઘુશંકા કરવા ઉભો રહ્યો, બીજા ટ્રેઇલરની અડફેટે મોત

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:19 AM IST

ગાંધીધામ. ભચાઉમાં બપોરે જમીને ટ્રેક્ટર રિવર્સ લઇ રહેલા પિતાએ ખ્યાલ ન રાખતાં ટ્રેક્ટર નીચે સૂતેલા 4 વર્ષના પુત્ર ઉપરથી ટ્રેક્ટરના પૈડા ફરી વળતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. તો આડેસરમાં એક ટ્રેઇલર ચાલકે ઉભેલા ટ્રેઇલરમાં અથડાવતાં લઘુશંકા કરી રહેલા ચાલકને અડફેટે લેતાં મોત નિપજ્યું હોવાની બે જીવલેણ ઘટના નોંધાઇ છે. 

રવિવારે બપોરે બે વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં મુળ મધ્યપ્રદેશના જાંબુઆના વર્માબેન કાલુભાઇ બાલુભાઇ હટિલા એ પોતાના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત સવારે 9 વાગ્યાના અરસામાં ભચાઉ રેલ્વે ફાટક પાસે ઇલેક્ટ્રીક થાંભલા નાખવાનું કામ હોઇ તેના પતિ ટ્રેક્ટરથી માટી નાખી રહ્યા હતા બપોરે જમીને ટ્રોલીમાં ટ્રેકટર જોડી ટ્રેક્ટર રિવર્સ લીધું તે સમયે તેમનો ચાર વર્ષીય પુત્ર અજય ટ્રોલી નીચે સુતો હતો તેના ઉપરથી ટ્રેક્ટરના પૈડા ફરી વળતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત નિપજ્યું હતું. ચાર વર્ષના પુત્રની માતાએ પોતાના પતિ વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. 

તો મુળ રાજસ્થાનના અલવરના રામકરણ ભગવાનસાય મીણા અને તેનો ભાઇ જન્સીરામ ભગવામનસાય મીણા બન્ને ભાઇઓ પાસે પોતાના ટ્રેઇલર છે અને આખા દેશમાં જ્યાં ભાડું મળે ત્યાં પોતાના ટ્રેઇલર ચલાવે છે. ગઇકાલે રામકરણ પોતાના ટ્રેઇલરમાં પ્લાય પત્તા ભરી ગાંધીધામ આવ્યો હતો જે ખાલી કરીને રાત્રે સૂઇ ગયો હતો ત્યારે તેના ભાઇ જન્સીરામ સાથે ક્લીનર તરીકે રહેતા રીંકુ મીણાનો ફોન આવ્યો હતો કે રાત્રે આડેસર અને પીપરાળા વચ્ચે ગાડી સાઇડમાં રાખી ટાયરો ચેક કરી જન્સીરામ પેશાબ કરવા ઉભા રહ્યા હતા અને રીન્કુ સાઇડમાં ઉભો હતો ત્યારે પાછળથી પુરપાટ આવેલા આરજે-07-જીસી-6617 નંબરના ટ્રેઇલર ચાલકે જ્યાં જન્સીરામ લઘુશંકા કરી રહ્યા હતા તે બાજુ તેમના ટ્રેઇલરમાં અથડાવી દેતાં 36વર્ષીય જન્સીરામને ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નિપજ્યું હતું તો રીન્કુને ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે તેમજ મોટી મશિનરી લઇને જતી મોટી ગાડીઓ ઉભી રહી જતાં ત્રણ થી ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો જે ત્રણ કલાકની મહેનત બાદ આ ખોરવાયેલો ટ્રાફિક પૂર્વરત થયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી