તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:એપ્રિલ માસમાં ગત વર્ષની સરખામણીએ 205 વધુ મોત પાલિકાના ચોપડે નોંધાયા

ગાંધીધામ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોનાના પગલે સંકુલમાં લોકોના મોતનું પ્રમાણ વધ્યું હોવાની શક્યતા
 • સારવાર માટે ભુજ લઈ ગયા હોય તેવા દર્દીઓના મોતની ગણતરી ભુજ કક્ષાએ થતી હોય છે

ગાંધીધામ આદિપુરમાં કોરોના નો કહેર વધતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. કોરોના પોઝિટિવ કેસ વધવાની સાથે મૃત્યુનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પાલિકાના ચોપડા પર નજર નાખવામાં આવે તો ગત એપ્રિલ માસ 2020 દરમિયાન 95 લોકોના મોત થયા હતા અને તેના મરણના દાખલા કાઢી દેવામાં આવ્યા હતા. જ્યારે 2021માં આંકડો 300 સુધી પહોંચ્યો છે જેને લઇને ગત વર્ષનીસરખામણીએ 205 મોત વધુ નોંધાયા છે.

જોકે આંકડો તો માત્ર નગરપાલિકા નોંધાયેલા કેસનો છે જ્યારે ભુજ સારવાર માટે કોરોના ના દર્દીઓ ને લઈ ગયા હોય અને ત્યાં મૃત્યુ પામ્યા હોય તો તેના આંકડા પણ વધુ છે તેવો જાણકારો મત વ્યક્ત કરી રહ્યા છે. લીલાશા કોવિડસેન્ટરમાં જો કોઈ મોત થયું હોય તો તેની ગણતરી માટે મેઘપર બોરીચીમાં વ્યવસ્થા નોંધ આવ્યા હશે.ગાંધીધામ આદિપુરમાં કોરોના ના વ્યાપને લઈને વહીવટી તંત્ર પણ ચિંતાતુર બન્યુ છે. ગત વર્ષે કોરોના પ્રથમ તબક્કામાં સંકુલમાં બહુ દેખાયો નહોતો પરંતુ જેવું લોકડાઉન ખુલતા જ સલામત બનેલા સંકુલમાં કોરોના ના કેસ નું પ્રમાણ દિવસે દિવસે વધી ગયું હતું.

આ વર્ષે પણ કોરોનાના કેસનું પ્રમાણ વધવા લાગ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે પણ એક જ પરિવાર આખો કોરોનામાં સપડાયો હોય તેવા કિસ્સા નોંધાયા છે .જ્યારે ગત વર્ષે આવી રીતે કોરોનાએ ભરડો લીધો ન હતો. જે તે ઘરમાં એકાદ બે જણને કોરોના પોઝિટિવ જણાયા હતા. કોરોના ના હાલના વેવ ને લઈને જોવામાં આવે તો વધુ લોકો સપડાયા છે . સામાજિક અંતર, માસ્ક ન પહેરવા વગેરે મુદ્દાઓ પણ કોરોના ના કહેરને વધારવામાં મદદરૂપ બન્યા છે તેમ કહી શકાય.

ભલે મૃત્યુ આક વધુ છે તેમાં અન્ય બિમારીઓ થી પણ કોઈના મરણ થયા હશે પરંતુ જાણકારો ના મત મુજબ કોરોનાથી મોત થયાંના કિસ્સા ઓછા નહીં હોય. માત્ર અન્ય બિમારીનું નામ આપવામાં આવ્યું હશે પણ મોટાભાગના કેસમાં કોરોના માનવીના મોત પાછળ મહત્વ નું પરિબળ હશે તે નકારી ન શકાય.

ગત વર્ષ ના આંકડા સાથે સરખામણી
ગત વર્ષે પાલિકાના ચોપડાં માં માર્ચ માસમાં 73 મરણના દાખલા નિકળ્યા છે. એપ્રિલમા 95મરણના દાખલા કાઢવામાં આવ્યા હતા.2021ના વર્ષ માં માર્ચ મહિનામાં 107અને એપ્રિલ માસ માં 300મૃત્યુના દાખલા કાઢવામાં આવ્યા છે.જોકે આ આંકડો હજુ વધે તેવી શક્યતા એટલાં માટે છે કે કેટલાક લોકો તેના પરિવારના સભ્યો ના મોત પછી હજું મરણનાં દાખલા માટે સંપર્ક કર્યો ન હોય તેવું બની શકે છે.

જન્મ-મરણના દાખલા માટે ઓનલાઇન વ્યવસ્થા
જન્મ-મરણની નોંધણી માટે હાલમાં ઓનલાઇન એપ્લિકેશન ઇ-ઓળખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં જન્મેલા કે મૃત્યુ પામેલાઓની નોંધણી હોસ્પિટલ દ્વારા કરાવાય છે. ઘરે બનતા બનાવોની નોંધણી સબંધિત રજિસ્ટ્રાર સમક્ષ કુટુંબના વડા કે સાધનિક કાગળોના આધારે ઓનલાઇન નોંધણી સબંધીત રજિસ્ટ્રાર દ્વારા કરાય છે. ઓનલાઇન નોંધણી વખતે રજુ કરેલા મોબાઇલ નંબર કે અરજી દાખલ કરતાં કોમ્પ્યુટરાઇઝ બારકોડ અને ક્યુઆર કોડ સાથેનું જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો