તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવતરું:અંજારમાં બે ભાઇએ ખોટું સોગંદનામું કરી વારસાઇ ડૂબાડવા કારસો રચ્યો

ગાંધીધામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કલેક્ટરની જમીન તકેદારી સમિતીની બેઠકમાં આદેશ બાદ ફોજદારી
 • વડીલો પાર્જિત જમીનમાં ખોટા દસ્તાવેજ બનાવી વારસાઇની નોંધ કરાવાઇ હતી

અંજાર સીમમાં આવેલી વડીલોપાર્જિત જમીન ખોટું સોગંદનામું બનાવી વારસાઇમાં નોંધ કરાવી પચાવી પાડવાના કારસામાં જમીન સમિતિની બેઠકમાં કચ્છ કલેક્ટરે કરેલા આદેશ બાદ બે જણા વિરૂધ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવાઇ હતી.

અંજારના પ્રભાતનગરમાં રહેતા જીવતીબેન રામજીભાઇ કાતરિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના માતાના નામની અંજાર સીમમાં આવેલી જમીન રેવેન્યુ રેકોર્ડમાં માતા વાલીબેન રામજી સોરઠીયા, સોરઠીયા માવજી રામજી, મોઘીબેન ડાહ્યાના સંયુક્તનામે નોંધાયેલી હતી. તેમના માતા વાલીબેનનું તા.13/2/2010 માં અવસાન થયું અને તેમના ભાઇ દેવજીભાઇ રામજીભાઇ સોરઠીયાનું તા.26/4/2010 ના અવસાન થયું. આ મિલકતમાં સીધી લીટીના વારસદારોમાં ચાર ભાઇ અને ચાર બહેનો છે.

જેમાં તેમના ભાઇ માવજી રામજી સોરઠીયાએ તા.14/3/2011 ના રોજ વારસાઇમાં ખોટું સોગંદનામું બનાવી નોંધ કરાવી તથા બીજા ભાઇ વિસનજી રામજી સોરઠીયાએ ઓળખ આપી ખોટું સોગંદનામું સાચું બતાવી વારસાઇ ડુબાડવા કારસો રચ્યો હતો આ બાબતે તેમણે કચ્છ કલેક્ટરને અરજી કરી હતી જેમાં તા.16/01/2021 ના રોજ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠકમાં કચ્છ કલેક્ટરે તેમની અરજી હાથ ઉપર લઇ અંજાર નાયબ કલેક્ટરને અભિપ્રાય માટે આદેશ કરાયા બાદ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય લેતાં તેમણે આ ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો