તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:અંજારમાં કમ્પાઉન્ડરે દર્દીની પત્ની પાસે બિભત્સ માંગણી કરી

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર માટે ફોન કરતા નંબર મેળવી બદનામીની ધમકી

અંજારની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીની પત્ની કમ્પાઉન્ડરે છેડતી કર્યાની અને બિભત્સ માંગણી કર્યાની ફરિયાદ પ્રકાશમાં આવતા ચકચાર મચવા પામી છે. બદનામીના ભયથી ગયા વર્ષેથી ચાલતી આ પરેશાનીને લઈને પીડિત પરિણીતાએ ફરિયાદ નહતી નોંધાવી પરંતુ પતિએ હિંમત આપ્યા બાદ બાબત પોલીસ ચોપડે ચડી હતી.

અંજાર પોલીસ મથકે પીડીતાએ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે તેમના પતિ માતૃ સ્પર્શ હાડકાની હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે અહિ કમ્પાઉન્ડર તરીકે કામ કરતો ચીરાગ નામના કમ્પાઉન્ડરના સંપર્કમાં તેવો આવ્યા હતા. એક દિવસ પતિના પગમાં દુખાવો થતા પત્નીના ફોનથી કંપાઉન્ડરને ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ તે મોબાઈલ નંબર મળી જતા ફોન પર વાતચીત થતી હતી અને કામ અર્થે ફરી આવતા સ્પર્શ કરવાની કોશીષ કરી હતી. ત્યારે તેણે જો આ અંગે કોઇને કહ્યું તો બદનામ કરી દઈશ તેમ કહ્યું હતું, ત્યારબાદ પણ ફોન પર અવાર નવાર માંગણી કરતો હતો, જે અંગે સમાજમાં બદનામીના ડરે કોઇને કહ્યું નહતું. ત્યારબાદ પીડીતાએ પતિને જાણા કરતા અંજાર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...