તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:આદિપુરમાં માસ્ક વગર ફરતા લોકો અને ચાલકોને ટપારવામાં આવ્યા

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મામલતદાર કચેરી, પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
 • માસ્ક વિહિન નાગરિકોને સમજણ આપીને રોગની સ્થિતિ સમજાવાઇ : દંડ ન વસૂલ્યો

ગાંધીધામ- આદિપુરમાં કોરોનાનો રોગચાળો વધી રહ્યો છે જે ચિંતાજનક છે. એક બાજુ કોરોનાગ્રસ્ત વ્યક્તિ બજારમાં ફરતો હોય તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. આવા સંજોગોમાં વેક્સિનેશનની સાથે હવે માસ્ક પણ રક્ષણ આપી શકે તેમ છે. સરકારની સૂચનાના પગલે ગઇ કાલે કલેક્ટર ઓફિસમાં યોજાયેલી બેઠક બાદ આજે આદિપુર મદનસિંહ સર્કલથી લઇને જુદા જુદા વિસ્તારોમાં મામલતદાર કચેરીનો સ્ટાફ અને પોલીસ દ્વારા માસ્ક વગરના લોકોને ટપારીને માસ્ક આપી માસ્ક પહેરવા માટે સમજાવ્યા હતા. જોકે, હજુ કોઇના દંડ લેવામાં આવ્યા ન હોવાની વિગત મળી રહી છે.

કોરોનાના વધી રહેલા વ્યાપને કારણે હવે સંકુલ ફરી એક વખત રોગચાળામાં સપડાય તેવી સ્થિતિ નકારી શકાય તેમ નથી. ગત લોકડાઉન વખતે સલામત રહેલા સંકુલમાં લોકડાઉન ખૂલ્યા બાદ કોરોના પોઝિટિવના કેસનું પ્રમાણ વધી ગયું હતું. આ વખતે પણ હાલ છેલ્લા 10 દિવસમાં કોરોના પોઝિટિવનાકેસ ચિંતાજનક રીતે જુદા જુદા વિસ્તારોમાં વધી રહ્યા છે. દરમિયાન આપવામાં આવેલી સૂચના અનુસંધાને આજે મામલતદાર કચેરી અને પોલીસના સ્ટાફ દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો અને વાહન ચાલકોમાં માસ્કનુંવિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં નાયબ મામલતદાર હરેશ જોશી, એએસઆઇ સુનિલ દવે, નગરપાલિકા આદિપુર પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો