તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આદિપુર ખાતે આવેલા અર્બન હેસ્થ સેન્ટરમાં ડ્રેસિંગ કરાવવા આવેલા ઇસમે અર્બન હેલ્થ ઓફિસરને બે થપાટ ઝીંકી દેતાં ચકચાર મચી હતી.આ બાબતે આદિપુરના ડીસી-5 ખાતે રહેતા અને અર્બન હેલ્થ ઓફિસર તરીકે સવા વર્ષથી ફરજ બજાવતા ડો.ધવલ ભારમલભાઇ બકુત્રાએ ફરીયાદ નોંધાવી છે કે આજે સાંજે 4 વાગ્યાના અરસામાં તેઓ પોતાની ફરજ પર હાજર હતા ત્યારે આદિપુરના મણીનગરમાં રહેતો અસલમ ઉમરભાઇ ઉનળ ડ્રેસિંગ કરાવવા આવ્યા હતા જેમને બેસવા જણાવી કમ્પાઉન્ડર આવીને ડ્રેસિંગ કરશે તેમ જણાવ્યું હતું.
કમ્પાઉન્ડર સામતભાઇ આવીને અસલમને ડ્રેસિંગ રૂમમાં લઇ ગયા જ્યાં અસલમે સામતભાઇને તું કેવું ડ્રેસિંગ કરીશ કહી ભૂંડી ગાળો આપતાં તેને સ્ટાફ સમજાવવા ગયો હતો પરંતુ અસલમે તેમને પણ ગાળો આપતાં અર્બન હેલ્થ ઓફિસર ડો.ધવલ ખુદ ત્યાં ગયા હતા અને અસલમને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા અસલમે તેમને બે થપાટ ઝીંકી દીધી હતી. આ ઘટના સમયે હાજર સ્ટાફે અસલમને પકડી લીધો હતો. તેમણે આદિપુર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં અર્બન હેલ્થ ઓફિસરે અસલમ વિરૂધ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસ અસલમને રામબાગ હોસ્પિટલ ડ્રેસિંગ કરાવવા લઇ ગઇ હતી. પોલીસે તેમની ફરીયાદના આધારે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.