તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:આદિપુરમાં પેટ્રોલ છાંટી દાઝેલા આધેડે 14 દિવસ બાદ દમ તોડ્યો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કંડલામાં ચક્કર આવ્યા બાદ પડી જતાં પ્રૌઢનું મોત

આદિપુરમાં પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપનાર 46 વર્ષીય આધેડે 14 દિવસની સારવાર બાદ દમ તોડ્યો હોવાની તેમજ નવા કંડલા ખાતે રહેતા 56 વર્ષીય પ્રૌઢને ચક્કર આવ્યા બાદ પડી જતાં મોત નિપજ્યું હોવાની એમ બે અપમૃત્યુની ઘટના નોંધાઇ હતી. આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, સિંધુવર્ષા સોસાયટીમાં રહેતા 46 વર્ષીય હિરાલાલ લાલચંદે તા.20/8 ના રોજ પોતાના ઘરે સવારે 10:30 વાગ્યે પોતાના શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપતા દાઝી ગયા હતા. તેમને પ્રથમ રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યાં તા.2/9 ના રાત્રે 11:40 ના અરસામાં તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.કયા કારણોસર તેમણે આ પગલું ભરી લીધું તે બાબતે વધુ તપાસ પ્રોબેશનલ પીઆઇ આર.આર.વસાવા ચલાવી રહ્યા છે. તો નવા કંડલાના સન્ડે માર્કેટ સામે ઝૂંપડામાં રહેતા 56 વર્ષીય રામા સરન પુરણ પાસવાનને ગત સવારે પોતાના ઘરે હતા ત્યારે ચક્કર આવી જતાં પડી જતાં તેમનું મોત નિપજ્યું હતું.તેમને રામબાગહોસ્પિટલ લઇને આવેલા અંકિતકુમારે આપેલી વિગત તબીબે પોલીસને આપતાં કંડલા મરિન પોલીસે અકસ્માત મોત નોંધી પીએસઆઇ આર.કે.દેસાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...