સ્પર્ધા:આદિપુરમાં 3 કેટેગરીની ચેસ સ્પર્ધામાં ભૂલકાં-યુવાઓ ઉમળકાભેર જોડાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા

વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સિન્ક્રો અકાદમી ટ્રસ્ટ દ્વારા ચેસ સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું હતું. 5થી 12, 12થી 16 અને 16થી 20 વર્ષ સુધીના ખેલાડીઓ માટે યોજાયેલ આ સ્પર્ધામાં વિનોદભાઈ ખોડીયાર અને પ્રદીપભાઈ છાયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ભૂલકાઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

સ્પર્ધાના આરંભમાં અકાદમીના ડાયરેક્ટર કૌશલ છાયાએ “ચેસ રમવું એ ધ્યાન કરવા જેટલું જ સમકક્ષ છે, ચેસ રમવાથી એકાગ્રતાની સાથે સાથે મગજ પણ ખીલે છે, સતત રમવાથી કરેલી ભૂલોનું પુનરાવર્તન પણ અટકે છે.” આ વાત કરી વાલીઓને ચેસ રમવા અને રમાડવા પ્રત્યે જાગૃત કર્યા હતા. બાર વર્ષથી નીચેનામાં શુભમ કાનાની, પ્રાકૃત બંસલ, વિદુષી શુક્લા, બારથી સોળ વર્ષમાં ધ્રુવ મઢવી અને ધીર વાધવાની તથા સોળથી વીસ વર્ષ સુધીનામાં નીલ નાનકાની, હેત મહેતા અને હિત મોદી અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર થયા હતા.

આરુષ બંસલ અને જીત મહેતાને નવોદિત ખેલાડી તરીકે વિશેષ ઇનામ અપાયું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન કલ્પેશ મહેતા, હેમાંગી જેઠવાનો સહયોગ રહ્યો હતો. વિજેતાઓને વિનોદભાઈ ખોડીયાર અને પ્રદિપભાઈ છાયાના હાથે ટ્રોફી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...