લોકડાઉન:આદિપુરમાં 21 હજારના વિદેશી દારૂ સાથે 1 જબ્બે, ખુલ્લી ગટરમાં છુપાવેલો દારૂનો જથ્થો મળ્યો

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19 વાયરસના ટેસ્ટ બાદ પોલીસ સત્તાવાર અટક બતાવશે

આદિપુરના વોર્ડ-5/બી માં ખુલ્લી ગટરમાં છુપાવેલા છુપાવેલા રૂ.21,000 ની કિંમતના વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે પકડી લીધો હતો, જો કે, હાલ કોરોના વાયરસની મહામારીના સમયે નિયમ મુજબ કોવિડ-19 ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીની અટક સત્તાવાર રીતે કરશે. પીએસઆઇ એન.કે.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે ભારતનગરમા રહેતા નરેશ ભગવાનદાસ સાધુએ  વોર્ડ-5/બીમાં હોટલ કિંગ બાર બીક્યુઇ સામે આવેલી ખુલ્લી ગટરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે અને અત્યારે કોઇ ઇસમ તેને સગેવગે કરવા આવી રહ્યો છે તેબાતમીના આધારે સ્થળ પર વોચ ગોઠવતાં મોબાઇલની લાઇટના અજવાળે ગટરમાં રાખેલા દારૂના જથ્થાને સગે વગે કરી રહેલા નરેશ ભગવાનદાસ સાધુને કોર્ડન કરી પકડી લીધો હતો અને તપાસ કરતાં તેના કબજામાંથી રૂ.21,000 ની કિંમતના વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી તેની અંગ ઝડતી કરતાં રૂ.500 ની કિંમતનો મોબાઇલ મળ્યો હતો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...