તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોટી ખેડોઇમાં નશામાં ધૂત પિતા- પુત્રે મહિલાને ધારિયું ફટકાર્યું

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં સમાધાન માટે બોલાવી યુવાનને માર્યો

અંજાર તાલુકાના મોટી ખેડોઇ ખાતે રહેતા ગીતાબેન પ્રેમજીભાઇ પારાધીએ ફરિયાદ નોંધાવી છે કે, ગત સાંજે તેઓ પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યા હતા ત્યારે નશામાં ધૂત હાલતમાં પતિ પ્રેમજીભાઇ ગાભાભાઇ પારાધી અને 20 વર્ષીય પુત્ર મુકેશ ઘરે આવ્યા હતા તેમને તમે પણ દારૂ પીઓ છો દિકરાને પણ દારૂની લત લગાવી છે કહેતાં બન્ને જણા ઉશ્કેરાઇ ગયા હતા અને ધારિયું પગ અને પીઠના ભાગે મારી ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો અંજારના દેવળીયા નાકા પાસે બનેલી ઘટનામાં શબ્બીરહુશેન સુલેમાન બાયડે ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાણેજ અનવર અસલમ બાયડની સવારે મુસ્તાક જુસબ નોડે સાથે મસ્તી મજાકમાં બોલાચાલી બાદ સાંજે સમાધાન માટે તેને બોલાવતાં તેઓ પણ સાથે ગયા હતા અને અમારે ઝઘડો કરવો નથી તમે કહો તો નોકરી પણ વેલસ્પન કંપનીમાંથી મુકાવી દઉં તેમ સમાધાનની વાતો કરતા હતા ત્યારે મુસ્તાક જુસબ નોડે, અલ્તાફ રફિક નોડે, ફિરોજ રફિક નોડે, શબ્બીર રમજુ તુર્ક અને હનિફ ઇબ્રાહિમ નોડેએ ઉશ્કેરાઇ જઇ તેમના વાળ પકડી રોડ ઉપર પટક્યા હતા અને માર માર્યો હતો. પોલીસે ફરિયનાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...