અપમૃત્યુ:અંજાર પાસેની બંધ કંપનીમાં યુવાને ગળે ફાંસો ખાઇ લીધો

ગાંધીધામ,ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કચ્છમાં અપમૃત્યુ-અકસ્માતમાં ત્રણ જીવ હોમાયા
  • ભુજપુર અને ગાંધીધામમાં બે રાહદારીઓને કાળ આંબી ગયો

કચ્છમાં અપમૃત્યુની ઘટનાઓમાં ત્રણ જીવ હોમાયા છે જેમાં વરસામેડી પાસેની બંધ કંપનીમાં યુવાને ગળે ફાંસો ખાઇ લીધો હતો, તો મુન્દ્રાના ભુજપુર અને ગાંધીધામ હાઇવે પર બે રાહદારીઓ પડી જતાં કાળ આંબી ગયો હતો. અંજારના વરસામેડી પાસે આવેલી અને બંધ પડેલી ગીતા કંપનીમાં ગત સવારે 10 વાગ્યાના અરસામાં 26 વર્ષીય રજનીભાઇ સમાય માજીએ અગમ્ય કારણોસર દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો તેને જુગલ બુધુ માજી સીએચસી લઇ આવ્યો હતો તબીબે મૃત જાહેર કરી પો લીસને જાણ કરતાં પીએસઆઇ જી.બી.માજીરાણાએ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

તો ગત 13 જુલાઇના રાત્રે માંડવી મુન્દ્રા હાઇવે રોડ પર ભુજપુર નજીક પુલીયા પાસે 45 વર્ષીય અજાણ્યો ભિક્ષક જેવો લાગતો પુરૂષ અગમ્ય કારણોસર પડી જવાથી ઇજાઓ થવાને કારણે મુન્દ્રા ભુજ બાદ અમદાવાદ સારવાર હેઠળ ખસેડાયેલા જ્યાં ગત 17 જુલાઇના સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં મુન્દ્રા પોલીસે અકસ્માત મોતના બનાવની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

તો અંજારના વરસામેડી રહેતા 51 વર્ષીય બ્રિજેશ મહાદેવ પ્રસાદ ગાંધીધામ હાઇવે પર સ્મશાન નજીક કચ્છ આર્કેડ પાસે પગપાળા જઇ રહ્યા હતા ત્યારે તેઓ પડી ગયા હતા જેમને 108 મારફત રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ તેમણે દમ તોડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...