તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સંકુલમાં 3 દરોડામાં 56 હજારના શરાબ સાથે 3 પકડાયા, 4 ફરાર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતનગર, ચૂંગી નાકા અને આદિપુરના મણીનગર ઝૂંપડામાં કાર્યવાહી કરાઇ

સંકુલમાં વધી રહેલી દારૂની બદીની ફરિયાદો ધ્યાનમાં રાખી આદિપુરના મણીનગર, ભારતનગર અને ચૂંગીનાકા પાસે એલસીબી અને સ્થાનિક પોલીસે પાડેલા 3 દરોડામાં રૂ.56 હજારના વિદેશી દારૂ સાથે બ3 પકડાયા હતા જ્યારે 4 આરોપીઓ હાજર મળ્યા ન હતા.

ગત મધરાત્રે આદિપુરના મણીનગર ઝૂંપડા વિસ્તારમાં રહેતો કરણ ઉર્ફે શ્યામ નાગશીભાઇ ગઢવી પોતાની ઓરડીમાં વિદેશી દારૂરાખી વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબીએ તેની ઓરડી પર દરોડો પાડતાં ત્યાંથી રૂ. 33,000 ની કિંમતના વિદેશી શરાબની 88 બોટલો મળી આવી હતી પણ આરોપી કરણ ઉર્ફે શ્યામ દરોડા સમયે હાજર મળ્યો ન હતો. તો એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વોર્ડ-11/બી ભારતનગરની ભાઇપ્રતાપ સોસાયટીમાં રહેતા કૌશિક રામચંદભાઇ ઠક્કર અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુ શ્યામદાસ નાથાણી કૌશિકના રહેણાક મકાનમાં વિદેશી શરાબનો જથ્થો રાખી વેંચાણ કરે છે આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી બન્ને જણાને રૂ. 20,040 ની કિંમતના વિદેશી દારૂની 72 બોટલો અને 48 પાઉચ સાથે પકડી લીધા હતા અને આ દારૂ મોકલનાર ધર્મેન્દ્ર વિશનદાસ તેજવાણી અને ડીલીવરી કરનાર ધર્મેન્દ્ર તેજવાણીના માણસ વિરૂધ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ એ-ડિવિઝન પોલીસને સોંપી હતી.

એ-ડિવિઝન પોલીસેે ચૂંગી નાકા પુલ નીચે કાળા થેલામાં દારૂ વેંચાણ કરી રહેલા આઝાદનગર કાર્ગો ઝૂંપડામાં રહેતા જસ્સી દિનેશ વાઘેલાને રૂ.3,300 ની કિંમતના 33 દારૂના ક્વાર્ટરિયા સાથે પકડી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...