તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પૂર્વ કચ્છમાં 3 દરોડામાં 12 હજારના દારૂ સાથે 3 શખ્સો પોલીસની ઝપટે ચડ્યા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેસર, રાપર અને સામખિયાળીમાં પોલીસની કાર્યવાહી

પૂર્વ કચ્છના આડેસર, રાપર અને સામખિયાળીમાં પોલીસે પાડેલા 3 દરોડામાં રૂ.12 હજારના વિદેશી દારૂ સાથે 3 પકડાયા હતા , તો 1 હાજર મળ્યો ન હતો. આડેસર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, ફૂલપરા રહેતો મનજી ઉર્ફે મનિયો માવજી કોલી એસ્સાર પેટ્રોલપમ્પ ની બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં દારુનું વેંચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી રૂ.5,250 ની કિંમતના વિદેશી દારૂની 15 બોટલ સાથે મનજી ઉર્ફે મનિયાને પકડી લીધો હતો.

સામખિયાળી પોલીસે બાતમીના આધારે શુભમ સોસાયટી ના રસ્તા પર દારૂ વૈચાણ કરી રહેલા પ્રવિણભાઇ રામજીભાઇ કોલીને રૂ.5,100 ની કિંમતના વિદેશી દારૂ વોડકાની 14 બોટલ સાથે પકડી મોબાઇલ સહિત રૂ.5,600 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.

તો રાપર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે મંજુવાસ કેનાલ પાસે વિદેશી દારૂ વેંચી રહેલા હેમુભાઇ પોપટભાઇ કોલીને રૂ.2,200 ની કિંમતના 22 ક્વાટરીયા સાથે પકડી લીધો હતો. પણ આ દારૂનો જથ્થો તેને આપનાર મહેશ માદેવા કોલી હાજર મળ્યો ન હતો. પોલીસે બાઇક સહિત 12,200 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...