નિર્ણય:ડબલ એન્ટ્રી એકાઉન્ટ સિસ્ટમમાં સુધરાઇએ હવે ખર્ચ કરવો પડશે

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2015-16થી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ વાર્ષિક 2.59 લાખ ખર્ચ કરતી હતી
  • અમદાવાદના સીએનું બિલ હવે પાલિકાએ ભરવું પડશે : કારોબારીએ આપી મંજુરી

ગાંધીધામ નગરપાલિકામાં ડબલ એન્ટ્રી એકાઉન્ટ સિસ્ટમ અમલી બનાવવામાં આવેલી છે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અગાઉ આપવામાં આવેલી સૂચના પછી આ અંગે 2015-16થી અમલીકરણ કરવામાંઆવ્યું હતું અને સીએ પણ અમદાવાદના નિમવામાં આવ્યા હતા અને ખર્ચ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ભોગવતું હતું. હવે આગામી સમયથી નગરપાલિકાએ આ 2.59 લાખનો ખર્ચ વાર્ષિક ભોગવવાનો આવશે. આ અંગે તાજેતરમાં કારોબારીની બેઠકમાં ચર્ચા વિચારણા પછી બહાલી પણ આપીદેવામાં આવી છે.

પાલિકાના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકામાં એક બાજુ ચીફ એકાઉન્ટન્ટથી લઇને અનેક વિધ કિપોસ્ટ ગણી શકાય તેવી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે.જે તે સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા પાલિકાના જવાબદાર પદાધિકારીઓ દ્વારા યોગ્ય રીતે પગલા ભરવામાં આવ્યા નથી. જેને લઇને સરકારમાં પણ જે રીતે દબાણ લાવીને જુદી જુદી જગ્યાઓ ભરાય તે માટે પગલા ભરાવીને વહીવટને વધુ ગતિશીલ બને તે દિશામાં કાર્યવાહી કરાવી શકાય. દરમિયાન એસ્ટાબ્લીસ્ટ કમીટીની પણ તાજેતરમાં મીટિંગ મળી હતી.

જેમાં કર્મચારીઓનાજુદા જુદા મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું અને વર્ષોથી કામ કર તા રોજમદાર કર્મચારીઓના માસીક 200 રૂપિયા વધારવા માટે સામાન્ય સભામાં ભલામણ પણ કરવામાં આવી છે. દરમિયાન ડબલ એન્ટ્રી એકાઉન્ટ સિસ્ટમથી 2015-16થી અમદાવાદના પંકજ એ. શાહ એસોસિએશનને સોંપવામાં આવી હતી. ફાઇનાન્સ બોર્ડના પત્ર બાદ 2019-20થી વાર્ષિક હિબાસ અને કામગીરી સંબંધે નગરપાલિકાને કરવાની થતી હોય તેવું જણાવ્યું છે.જે મુજબ 2019-20ના વાર્ષિક હિસાબની કામગીરી આ સીએ સંસ્થાને પાસેથી કરાવવા ખર્ચની રકમપણ મંજુર કરી દેવામાં આવી છે.

કર્મીની નવી ભરતીનો પણ વિવાદ
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ એક બાજુ પાલિકામાં જે સેટઅપ છે તેમાં ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે. કર્મચારીના અવસાન કે નિવૃતિ પછી જગ્યા ભરાવવી જોઇએ તેમાં ઉણપ આવતાવહીવટને અસર પડી રહી છે. પાલિકા દ્વારા હંગામી ધોરણે કરાર આધારીત શસ્ત્ર અજમાવીને ગાડું ગબડાવવામાં આવીરહ્યું છે. હકીકતે આવી જગ્યાઓ તાકીદે ભરાય તે માટે નિયામક પાસેથી મંજુરી લેવાથી લઇને જે કાર્યવાહી કરવી જોઇએ તે થતી નથી. અગાઉ આ બાબતે ભરતીની મંજુરી પણ કેટલાક કિસ્સામાં અપાઇ હોવાની વાત બહાર આવી હતી. હાલ ઇજનેર વિભાગમાં એક કર્મચારીને લેવાના મુદ્દે થયેલી દરખાસ્તનો વિવાદ પણ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...