કડક કાર્યવાહી:પૂર્વ કચ્છનો કુખ્યાત બુટલેગર પાસા હેઠળ જેલમાં ધકેલાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાપરના આરોપી સામે આડેસર, ગાંધીધામ અને અંજાર પોલીસમાં ગુના નોંધાયા હતા

પૂર્વ કચ્છના વિવિધ પોલીસ મથકે દારૂના ગુના જેના વિરુધ્ધ નોંધાયા છે તેવા પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ વડોદરા જેલ ધકેલી દેવાયો હતો.

આ બાબતે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યુ઼ હતું કે, રાપરના વેલીવાડીની શેરી ન઼બર 11 માં રહેતા કુખ્યાત બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેન્દિયો જીવણ કોલી વિરુધ્ધ ગાંધીધામ, અંજારમાં બે અને આડેસર પોલીસ મથકે બે એમ અનેક ગુનાઓ પ્રોહીબિશન એક્ટ હેઠળ નોંધાયા છે. આ કુખ્યાત બુટલેગરને પાસા હેઠળ ધકેલવા માટે દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટરને મોકલાઇ હતી જેમાં કલેક્ટરે પાસા વોરંટ ઇશ્યુ કરતાં મહેન્દ્ર ઉર્ફે મેન્દીયાની પાસા તળે અટક કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરી દેવાયો હતો. નોંધનીય છે કે, પૂર્વ કચ્છમાં અવાર નવાર દારૂના મોટા જથ્થા પકડાતા હોય છે જેમાં ઘણી વખત માલ મંગાવનાર તરીકે આ આરોપીનું નામ ખુલવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...