જગ્યા ખાલી:ચીફ મિકેનીકલ એન્જિનિયરની જગ્યા ન ભરાતા વહીવટને અસર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એચએમએસના પ્રમુખ અને લેબર ટ્રસ્ટી દ્વારા કેન્દ્રના શિપિંગ વિભાગના સંયુક્ત સચિવને પત્ર પાઠવી ડીપીટીમાં નિયમિત મુખ્ય આંતરીક ઇજનેર અને ચીફ ઓપરેશનલ મેનેજર સહિતની નિમણુંક ન થતાં થઇ રહેલી અસર અંગે વાકેફ કરી તાકીદે આ જગ્યા ભરવા માગણી કરી છે.

લેબર ટ્રસ્ટી એલ. સત્યનારાયણ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, 26-1-19ના ચીફ ઇજનેર શરદકુમાર દાનની બદલી કરવામાં આવી હતી. મુખ્ય આંતરીક ઇજનેરનું પદ ખાલી રહ્યું છે. વર્તમાન મુખ્ય ઇજનેર સીએમઇનો વધારાનો ચાર્જ લુપ્ત કરી રહ્યા છે. મુખ્ય ઇજનેર પહેલેથી જ ઘણા સિવીલ પ્રોજેક્ટ અને રોરો ફેરી સર્વિસના કામનો બોજો છે. જેની મંત્રાલય દ્વારા દેખરેખ હેઠળ કામગીરી થઇ રહી છે. મુખ્ય યાંત્રિક ઇજનેરની બાબતો સંભાળવા માટે પુરતો સમય ન હોઇ નિયમિત સીએમઇની ગેરહાજરી યાંત્રીક ઇજનેરના વિભાગમાં કામ કરતા કામદારોની ફરિયાદનું નિરાકરણ સહિતના પ્રશ્નો પણ ઉભા થયા છે. જેએનપીટીમાં ટ્રાફિક મેનેજર તરીકે રાજન ગુરવની વાડીનાર બદલી અને પોસ્ટીંગને કારણે ચીફ ઓપરેશન મેનેજર ઓઓટી 2019થી ખાલી છે. ડેપ્યુટી સીએમઓ વધારાનો હવાલો સંરક્ષકનો સંભાળી રહ્યા છે. વાડીનારની ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા કરવી જોઇએ. ડીપીટીમાં નિયમીત સીએમઓની ગેરહાજરી સહિતના મુદ્દાા ઉઠાવીને ચીફ મિકેનીકલ ઇજનેરની ખાલી જગ્યા ભરવા માગણી કરવામાં આવી છે.

કરાર આધારિત ભરતી થાય છે
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ ડીપીટીમાં છેલ્લા કેટલાયસમયથી જુદા જુદા વિભગોમાં કર્મચારીઓ નિવૃત થતા હોય ત્યાર બાદ જગ્યા ખાલી પડી રહે છે અથવા તો બીજાને કામ સોંપવું પડે છે. જેને કારણે કામગીરીનું ભારણ વધતું હોય છે. જ્યારે કરાર આધારીત કર્મચારીઓની ભરતી પણ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...