તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ઇફ્કો ઉદયનગર કોલોનીમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શર્મા રિસોર્ટ પાસેથી બેભાન મળેલા અજાણ્યા યુવાને દમ તોડ્યો
  • યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે અકબંધ

ગાંધીધામની ઇફ્કો ઉદયનગર કોલોનીના ઇ-32 નંબરના મકાનમાં રહેતા મૂળ યુપીના 22 વર્ષીય આશુતોષસીંહ ઘનશ્યામસીંહ કુર્મીએ ગત મધરાત્રે 1 વાગ્યા પહેલાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગમછાના કપડા વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો. મૃતકને રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ મૃત જાહેર કરી બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. હાલ આ યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે કારણ અકબંધ છે. પોલીસે કારણ જાણવા તપાસ આરંભી છે.

તો ગાંધીધામ-અંજાર હાઇવે પર આવેલા શર્મા રિસોર્ટ પાસેથી સવારે 30 વર્ષીય લાગતા અજાણ્યો યુવાન બેભાન અવસ્થામાં મળી આવતાં 108 મારફત રામબાગ હોસ્પિટલ લઇ અવાયો હતો પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ બપોરે 12:30 ના અરસામાં તેણે દમ તોડ્યો હતો. આ ઘટનાની તપાસ કરી રહેલા માધાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેના શરીરે કોઇ ઇજા ન હતી. બિમારીને કારણે મરણ ગયા હોવાનું પ્રાથમિક તારણ નીકળી રહ્યું છે. વધુ તપાસ હાથ ધરાઇ છે.

ગઢશીશામાં દવા પીનાર પરિણીતાનું મોત
માંડવી તાલુકાના ગઢશીશા ગામે ખાદી ભંડારની બાજુમાં રહેતી 22 વર્ષીય ક્રિષ્નાબેન દીનેશભાઇ જોગી નામની પરણીત મહિલાએ ગત 4 જુલાઇના સાંજે ચાર વાગ્યે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેણે બુધવારે સવારે દશ વાગ્યે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...