અવેરનેસ અભિયાન:ઈફ્કોમાં મહિલાઓ માટે ક્વિઝ, લેખન, સ્લોગન સ્પર્ધા યોજાઈ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈફ્કોના મેનેજિંગ ડિરેક્ટરે વેબિનાર દ્વારા ઈફ્કો મુખ્ય કાર્યાલય, નવી દિલ્હી થી તમામ ઈફ્કો કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવીને બે દિવસીય કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

કંડલા યુનિટમાં ચીફ વિજિલન્સ ઓફિસર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોની વિવિધ કેટેગરીઓ માટે પોસ્ટર સ્પર્ધા, કર્મચારીઓની તમામ શ્રેણીઓ માટે સ્લોગન લેખન સ્પર્ધા, ટાઉનશીપની મહિલાઓ માટે ક્વિઝ સ્પર્ધા અને ઈફ્કો મુખ્ય કાર્યાલય તરફથી તમામ સ્ટાફ માટે ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. વિક્રેતાઓની સમસ્યાઓ જાણવા માટે ઓનલાઈન વેન્ડર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિક્રેતાઓના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. અભિયાન સમાપન સમારોહમાં વિજેતાઓને ઈનામ અપાયા હતા. ઓમ પ્રકાશ દાયમા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને યુનિટ હેડ, તમામ વરિષ્ઠ અધિકારીઓ અને ઈફ્કો કંડલાના ચીફ વિજિલન્સ ઓફિસર રવિ જયસ્વાલે તેમની હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...