ફરિયાદ:ટીમ્બર માલિકે કેસ કર્યો તો આગ લગાડી નુકસાન કર્યું

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેક બાઉન્સ થતાં કેસના મનદુ:ખ રાખ્યુ
  • મૂળ હરીયાણાના વેપારી દ્વારા કરાઇ ફરિયાદ

ગા઼ધીધામના ટીમ્બર માલિકે ચેક બાઉન્સ થતાં કરેલા કેસ બાબતે મનદુ:ખ રાખી જ્વલનશીલ પદાર્થ છા઼ટી લાકડામાં આગ લગાડી રૂ.10 લાખનું નુકશાન પહોંચાડાયું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ હરિયાણાના હાલે અંજારના મેઘપર બોરીચી ખાતે રહેતા અને વીર ટીમ્બરના માલિક ગોરવ મદનલાલ જૈને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, બનાવ આજે બપોરે એક વાગ્યાના અરસામાં બન્યો હતો.

જેમાં તેમની પાસે નોકરી કરતા મુકેશકુમાર ગુજ્જરે તેમને લાકડામાં આગ લાગી હોવાનું જણાવતાં કંપનીના મજુરો તેમજ ફાયર બ્રીગેડે આગ કાબુમાં લીધી હતી પરંતુ રૂ.10,00,000 ની કિંમતના 31 ક્યુબિક મીટર મરંટી લાકડા બળી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. આ ઘટનામા઼ જાણવા મળ્યું હતું કે બપોરે 1 વાગ્યે મારુતિ ઇકો કાર લઇ સંજયભાઇ કારૂભાઇ તરેયા અંદર પ્રવેશ્યા હતા અને જ્વલનશીલ પદાર્થ છા઼ટી આગ લગાડી હતી.

આ સંજયભાઇ પાસે હિસાબ પેટે રૂ.39,70,693 લેવાના નિકળતા હોઇ તેમનો ચેક બાઉન્સ થતાં કરેલા કેસનું મનદુફખ રાખી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી એ-ડિવિઝન પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...