ક્રાઇમ:જો નશીલી દવાઓ અને પદાર્થના વેંચાણ બંધ થાય તો આવા બનાવ અટકે !

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુણાના એએસઆઇ પર છરીના હુમલા બાદ હવે નશાખોરી સામે કડક કાર્યવાહી કરાશે?
  • પોલીસ કર્મી ઉપર હુમલો કર્યા બાદ છરા સાથે ભય ફેલાવનાર આરોપી નશામાં ચૂર હોવાનું સૂત્રોએ જણાવ્યું

તુણા ખાતે બાતમીના આધારે નંબર પ્લેટ વગરની ગાડી પર બેઠેલા લૂંટ અને ચીલ ઝડપના કુખ્યાત ગુનેગારની પુછપરછ કરનાર કંડલા મરિન પોલીસ મથકના એએસઆઇને છરીના ઘા ઝીંકી ઘાતક હુમલો કરી ખુલ્લા છરા સાથે આદિપુરમા઼ ફરી ભય ફેલાવનાર શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડાને પોલીસે પકડી લીધો. આ દિલધડક ઓપરેશન જોવા લોકોનું ટોળું જમા થયું હતું કારણ કે આ આરોપી એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર છરા સાથે જઇ ભય ફેલાવી રહ્યો હતો.

નજરે જોનાર સૂત્રોના જણાવ્યા મુજબ આ શબ્બીર નશીલી દવાનો બંધાણી હોવાનું તેમજ આ ઘટનાનેઅંજામ અપાયો ત્યારથી નશામાં હોવાનું જણાવ્યું હતું. ભૂતકાળ પર નજર કરીએ તો મીની મુંબઇ ગણાતા આ આર્થિક પાટનગરમાં ટ્રેન મારફત ગાંજા, ચરસ જેવા નશીલા પદાર્થ ઝડપાયા હોવાની ઘટનાઓ બની ચૂકી છે, તો જાહેરમાં ગા઼જો વેંચાતો હોવાના વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યા છે, તો મેડિકલ સ્ટોરમાં પણ નશીલી દવાઓનું વેંચાણ થતું હોવાનું પણ બહાર આવી ચૂક્યું છે.

નશાના બંધાણી આવી નશીલી દવાઓ મેડિકલ સ્ટોરમાંથી મેળવી નશો કરતા હોવાનું પણ ચર્ચામાં છે. ત્યારે આવા શબ્બીર ઉર્ફે શબલા જેવા કુખ્યાત ગુનેગાર નશાની હાલતમાં પોલીસ કર્મી ઉપર છરીથી હુમલા જેવા ગંભીર બનાવને અંજામ આપી શકે . જો આ નશીલી દવાઓ અને નશીલા પદાર્થો ઉપર પોલીસ કડક રીતે તવાઇ બોલાવે તો આવા બનાવો અટકી શકે તેવી પણ ચર્ચાઓ સંભળાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...