ક્રાઇમ:રાપરમાં ઘોડીનો આંટો ન આપ્યો તો વેપારીને ધોકાવી, લૂંટી લીધો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાખાવટમાં જૂની અદાવતે યુવાનને માર મારી જાતિ અપમાનિત કરાયો

રાપરમાં ઘોડી લઇને ઘરે પરત ફરી રહેલા વેપારી યુવાનને ઘોડીનો ચક્કર આપવાનું કહેતાં તે શખ્સને ના પાડી તો લાકડાનો ધોકો મારી ખિસ્સામાંથી તે શખ્સ રૂ.1000 ની લૂંટ કરી નાસી ગયો હોવાની, તેમજ ભચાઉ તાલુકાના લાખાવટ ગામે જુની અદાવતનું મનદુ:ખ રાખી ચાર જણાએ પથ્થર, કડા તેમજ ગડદા પાટુનો મારી મારી જાતિ અપમાનિત કર્યો હોવાની ઘટના નોંધાઇ છે.

રાપરના અયોધ્યાપુરી હનુમાન શેરીમાં રહેતા 42 વર્ષીય પ્રકાશકુમાર નવિનચંદ્ર સોની ગત સાંજે 6 વાગ્યે પોતાની ઘોડી લઇ ખેતરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘર નજીક જ દશરથસિંહ પ્રતાપસિંહ સોઢા મળ્યો હતો અને તેણે ઘોડીનો આંટો મારવા માગણી કરતાં પ્રકાશભાઇએ ઘોડી માંદી હોવાનું જણાવી ના પાડતાં દશરથસિંહ તેની પાછળ ગાળો બોલતો ઘર સુધી ગયો હતો અને લાકડું લઇ પ્રકાશભાઇને માર્યુ઼ હતું.

તેમના પત્ની દક્ષાબેન વચ્ચે આવ્યા તો તેને પણ ધક્કો મારી પાડી દેવાયા હતા એટલું જ નહીં દશરથસિંહ પ્રકાશભાઇના ઝબ્બાના ખિસ્સામાંથી રૂ.1,000 ની લૂંટ કરી નાસી ગયો હતો. ભચાઉના લાખાવટ ગામ ખાતે રહેતા 25 વર્ષીય કાન્તિભાઇ મનજીભાઇ રોશિયાએ ફરિયાદ નોંધાવી છે કે, ગત બપોરે ગામમાં જ રહેતા ગોકળ સવાભાઇ ઉંદરિયા, ભરત બેચરાભાઇ ઉંદરિયા, નારાણ ગણેશા ઉંદરિયા અને રણછોડ ઉર્ફે હંસો ગણેશા ઉંદરિયા ફરિયાદી ના ભાઇ મુકેશ સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી પથ્થર, કડા અને ગડદા પાટુનો માર મારી જાતિ અપમાનિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...