તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:બાળકો અભ્યાસ ના છોડે એટલે માત્ર 300 રૂપિયાએ પ્રવેશનો નિર્ણય

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળમજુરી તરફ જતા બાળકોને રોકવા બ્રહ્મસમાજ સ્કૂલની અનોખી પહેલ
  • શાળા શરૂ ના થાય ત્યાં સુધી ધો.1 થી 4માં 300માં અને 5થી 8માં 500 રૂપિયામાં જ પ્રવેશ અપાશે : ટ્રસ્ટી

ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં આવેલી કે.કે. શુક્લા બ્રહ્મસમાજ સ્કુલએ બાળકોને શિક્ષણથી વંચિત ના રહે અને કોરોના કાળના કારણે બાળમજુરી જેવી પ્રવૃતીમાં સામેલ ના થઈ જાય તેને ધ્યાને રાખીને 300 રૂપિયામાં પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી. શાળાના ટ્રસ્ટી રાજેંદ્રભાઈ રાવલે જણાવ્યું કે અમે કરેલા સર્વેક્ષણમાં એવુ સામે આવ્યું કે કોરોના કાળની અસરથી શિક્ષણ મુકીને કેટલાક બાળકો બાળમજુરીએ જોતરાઇ રહ્યા છે, આવુ થતું રોકી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

ઓસ્લો વિસ્તારમાં આવેલી કાંતાબેન કાંતિલાલ શુક્લ પ્રાથમિક શાળા અને બાળમંદિરના ટ્રસ્ટિ સમીપ જોશી અને વિપુલ મહેતાએ જણાવ્યું કે શાળા દ્વારા એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં સામે આવ્યું કે કોરોના કાળના કારણે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા બાળકો શાળા મુકી રહ્યા છે, જે બાળકો શાળા છોડી રહ્યા છે તેમાં મહતમ બાળમજુરીમાં તો છોકરીઓ ઘરકામમાં લાગી જાય છે. જેને ધ્યાને લઈને શાળા દ્વારા બાળકો શિક્ષણના પ્રવાહ સાથે જોડાયેલા રહે તે માટે શિક્ષકોને અલગ અલગ વિસ્તારોમાં જઈને તેમને ઉત્સાહિત કરવાનું નક્કી કરાયું હતું.

દરમ્યાન બાળકોના હિતને પ્રાધાન્ય આપીને શાળા દ્વારા વાલીઓ ફીસ આપતા પણ મુંઝાય નહિ તે માટે જ્યાં સુધી શાળા નિયમીત રૂપે શરૂ ના થાય ત્યાં સુધી ધો. 1 થી 4ના માટે 300 રુપિયા અને ધો. 5 થી 8 માટે 500 રુપિયા પ્રવેશ માત્ર માટે હાલ ભરવાનું નક્કી ઠરાવ્યું હતું. શાળાના વર્ગ શરૂ થશે ત્યારબાદ રાબેતા મુજબની ફી ભરવાની રહેશે, પરંતુ ત્યારે પણ જે વાલી તે ભરી શકે તેવી સ્થિતિમાં ના હોય તેમને શાળા મેનેજમેન્ટનો સંપર્ક કરવા જણાવાયું છે. ટ્રસ્ટીઓએ અભ્યાસને મહત્વપૂર્ણ ગણાવી આ શિક્ષણ યજ્ઞમાં મદદરૂપ થવા અન્યોને પણ આગળ આવીને સહયોગી થવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...