તસ્કરી:મંદિરમાં કાંઇ ન મળ્યું તો 2 બાઇક લઇ ગયા, સંકુલમાં પોલીસની ધાક જ ન હોય તેમ તસ્કરો બેફામ

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંઇનાથ રેસિડેન્સીમાં અંતરજાળના સાંઇ મંદિરના કબાટ સહિત વેરણ છેરણ કરાયું

પૂર્વ કચ્છમાં તેમાંયે ખાસ કરીને ગા઼ધીધામ સંકુલમાં હવે તસ્કરો પોલીસ માટે પડકારરૂપ બની રહ્યા છે જેમાં ગત રાત્રે શિણાય રોડ પર અંતરજાળ સીમમાં આવેલી સાંઇ નાથ રેસિડેન્સીમાં તસ્કરોએ સાંઇ મંદિરમાં તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ કંઇ ન મળતા આ રેસિડેન્સીમાંથી બે બાઇક ઉપાડી ગયા હતા. જેમાંથી એક બાઇક બંધ પડી જતાં તસ્કરો સોસાયટીની નજીક ફેંકી ગયા હતા પરંતુ એક વાહન ચોરીનો ભેદ હજી વણ ઉકેલ્યો રહ્યો છે. અંતરજાળ સીમમાં શિણાય રોડ પરની સાંઇનાથ રેસિડેન્સીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા હિરેનભાઇ જગદિશભાઇ વેદાંતે ગત રાત્રે નોકરી ઉપરથી આવીને પોતાનું રૂ.35,000 નું બાઇક ઘર પાસે પાર્ક કર્યું હતું.

સવારે બહાર અહાવીને જોયું તો બાઇક જોવા ન મળતાં તેમણેુ આસપાસ તપાસ કરતાં પડોશમાં રહેતા સંજયભાઇ દેસાઇનું પણ બાઇક ચોરી થયું હોવાની જાણ થઇ હતી શોધખોળ દરમિયાન સાંઇનાથ રેસિડેન્સીમાં આવેલા સાંઇ મંદિરના તાળા તૂટ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. સદ્દભાગ્યે તસ્કરો સાંઇ મંદિરમાં પ્રવેશ કરી કબાટ ખોલીને કાંઇ પામ્યા ન હતા.બે બાઇકો ચોરી થઇ હોવાની જાણ પોલીસને કરાતાં આદિપુર પીએસઆઇ એચ.એસ.તિવારી ટીમ સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા. અંકિત ચૌધરીએ આ રેસિડેન્સી આસપાસ શોધખોળ કરતાં સંજયભાઇ દેસાઇનું બાઇક બંધ પડી જતાં તસ્કરો મુકી ગયા હતા તે મળી આવ્યું પરંતુ એક બાઇક ચોરીનો ભેદ હજી વણ ઉકેલ્યો છે.

સોસાયટીના રહેવાસીઓ કહે છે નજર સામે વાહન ઉપાડી ગયાના દાખલા છે
ઘટનાસ્થળે તપાસ માટે ગયેલા પીએસઆઇને આ સાંઇનાથ રેસિડેન્સીમાં રહેતા એક રહેવાસીએ બળાપો ઠાલવીને જણાવ્યું હતું કે ચોરીના બનાવો આ રેસિડેન્સીમાં સમયાંતરે બનતા રહે છે. એટલું જ નહીં રહેવાસીઓની નજર સામે બાઇક ચોરીને જતા ઇસમોનો પીછો કરાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

રેસિડેન્સીમાં સીસી ટીવી કેમેરા નહીં !
શિણાય રોડ ઉપર બિલ્ડરોએ રેસિડેન્સી ઉભી કરી દીધી છે પણ સલામતી માટેના કોઇ પગલાં લેવાયા નથી, ખાસ કરીને જે મંદિરમાં ચોરીનો પ્રયાસ કરાયો એ મંદિરમાં પણ સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા નથી , તો આ આખી સોસાયટીમાં ક્યાંય સલામતી માટે સીસી ટીવી કેમેરા નથી લગાડવામાં આવ્યા , હવેુ સવાલ એ છે કે પોલીસ તપાસ કરે તો કોના આધારે તપાસ કરે ?

અન્ય સમાચારો પણ છે...