તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનું રાજકારણ:ભેદભાવ દુર ન કરાય તો પાલિકાને તાળાં બંધી, નવી સુંદરપુરી પીવાનું પાણી સપ્લાય કરાતું નથી

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસનો આક્ષેપ સાચો હોય તો શરમજનક

ગાંધીધામના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની ફરિયાદ ઉઠી ગઈ છે. પાણી મળતું ન હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. નવી સુંદરપુરી વિસ્તારમાં ભેદભાવ રાખીને પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો પરિસ્થિતિ ન સુધરે તો પાલિકાને તાળાબંધી કરવા ચીમકી પણ આપવામાં આવતા પાલિકાના વર્તુળોમાં દોડધામ મચી ગઇ છે.શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ફરી એક વખત ચર્ચા સ્થાને રહી છે અનેક વિસ્તારોમાં પીવાનું પાણી મળતું હોવાની ફરિયાદો વધી રહી છે.

સત્તાધારી પક્ષ દ્વારા પગલાં ભરીને લોકોને પાણી મળે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ કોઈને કોઈ કારણોસર જે તે વિસ્તારોમાં પાણી મળતું અને ફરિયાદો વ્યાપક પણે ઉઠી રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉભી થયેલી આ સ્થિતિ નિવારવા માટે પાલિકા દ્વારા તાકીદે પગલાં ભરવામાં આવે તે જરૂરી બન્યું છે. અનેક વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોઓ.વલખા મારી રહ્યા છે અને આ વિસ્તારમાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા ભેદભાવ વતન રાખવામાં આવે છે. પીવાનું પાણી ની સપ્લાય કરવામાં નહીં આવે તો નવી સુંદરપુરી વિસ્તારના લોકો અને કોંગ્રેસ પક્ષના નગર સેવક સાથે રાખીને નગરપાલિકાને ઘેરાવ કરશે.

પીવાના પાણી માટે પ્રાઇવેટ મોંઘા ભાવના ટેન્કર મંગાવવા લોકો મજબૂર બની રહ્યા છે. નવી સુંદરપુરી વિસ્તારમાં પીવાનું પાણી સપ્લાય કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીધામ નગરપાલિકાનાને તાળાબંધી કરવાની ફરજ બનશે તેવી ચીમકી કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફા દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વોર્ડમાં કોંગ્રેસના બે નગર સેવકો ચૂંટાયા છે.

અન્ય સમાચારો પણ છે...