તપાસ:ટર્મીનલના સેમ્પલમાં ડીઝલ સાબિત થશે તો કરોડોની ગેરરીતિ ખુલશે

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા- મુન્દ્રામાં પેરાફીનના નામે આયાત થયું હતુંઃ અગાઉ આવ્યા છે કન્સાઈમેન્ટ
  • ફ્રેન્ડસ ગૃપના ટર્મીનલમાં સ્ટોરેજ કરાયેલા જથ્થા રિપોર્ટ ન આવે ત્યાંથી હોલ્ટ પર રખાયો

કંડલા અને મુંદ્રા પોર્ટ બન્ને સ્થળોએ પેરાફીન ડિક્લેર કરીને આવેલો લીક્વીડ કાર્ગો ખરેખર તો ડીઝલ હોવાની શંકાના આધારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગત રોજ મોટી માત્રાનો જથ્થો જે ટર્મીનલમાં સ્ટોર થયેલો છે, તેને હોલ્ટ પર રાખવાનો આદેશ અપાયા બાદ તેના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

ગત સપ્તાહે અલ્કા પેટ્રોલ ગ્લોબલ પ્રા. લી અને અલ્કા કેમી પેક પ્રા. લી. દ્વારા કંડલા અને મુંદ્રા પોર્ટ પર ઈવા હોંગકોંગ વેસલ થકી જીટીએલ લાઈટ પેરાફીન આયાત કરવામાં આવ્યું હતું. જે જથ્થો ખરેખર ડીઝલ હોવાની બાતમી મળતા ડિરેક્ટ્રોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ અને કસ્ટમ વિભાગે તે કાર્ગો જે આયાત થયા બાદ ફ્રેન્ડ ગૃપના ટર્મીનલ તેમજ અન્ય સ્થળોએ સ્ટોરેજ કરવામાં આવ્યો છે, ત્યાં પત્ર પાઠવીને તેને હોલ્ટ પર રાખવાનો આદેશ આપી દીધો છે. હાલ ટર્મીનલમાંથી જથ્થાના સેમ્પલ લઈને તેની રિપોર્ટીંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જેના રિપોર્ટ જ્યાં સુધી સ્પષ્ટ રુપ અને સંતુષ્ટી રુપ ન આવે ત્યાં સુધી કાર્ગોને હોલ્ટ પરજ રાખવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ પ્રકારનીજ ડિક્લેરેશન વાળા કન્સાઈમેન્ટ આવી ચુક્યા છે. જેથી, જો આ જથ્થો ડીઝલ જ હોવાનું સાબીત થયું તો કરોડોની કિંમતના પોલીસી આધારીત દાણચોરી કૌભાંડ આ પ્રકરણ બની રહેશે તેવી ભીતી જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

નોંધવુ રહ્યું કે તાજેતરમાં બેઝ ઓઈલના મામલે કંડલા અને મુંદ્રા બન્ને સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી, જેમાં પણ મોટા પાયે ગેરરીતી સામે આવી હતી. આ પ્રકરણની તપાસ હવે કઈ દિશામાં આગળ વધે છે, તે જોવું રહ્યું. હાલ તો ટર્મીનલમાં આ જથ્થાને સીઝ રાખવામાં આવ્યો છે. અહીંથી લેવાયેલા નમુનાનો રિપોર્ટ આવે તેના પર દારોમદાર છે. જો તે ડિઝલ સાબીત થશે તો ફરી એક વખત કંડલામાં ગેરરીતિનો કિસ્સો પ્રકાશમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...