તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારની પસંદગી:ભાજપ આયાતી ઉમેદવારો ઠોકી બેસાડશે તો તે ચલાવી નહીં લેવાય

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભાજપના કેટલાક પૂર્વ સભ્યોએ બીજા વોર્ડમાં દાવેદારી માટે મન બનાવ્યું છે : સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવા કાર્યકરોની લાગણી

ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ દ્વારા લેવામાં આવેલી સેન્સની પ્રક્રિયામાં 282 જેટલા દાવેદારોએ નસીબ અજમાવવા માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસમંા પણ આવી રીતે નિરીક્ષકો સમક્ષ દાવા નોંધાયા છે. બન્ને પક્ષમાં કેટલાક નગરસેવકો કે આગેવાનોએ બીજા વોર્ડમાં ઉમેદવારી કરવા માટે મન બનાવતા આવા આયાતી ઉમેદવારો સામે સ્થાનિક સ્તરે વિરોધ થઇ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે.

શહેરમાં કેટલાય આગેવાનોએ પોતાના મત વિસ્તારમાં કામ કર્યા પછી હવે કોઇને કોઇ કારણોસર બીજા વોર્ડમાં પ્રતિનિધિત્વ કરવા માટે તૈયારી કરી હતી. બીજા વોર્ડમાં ઉમેદવારી માટે તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.તેની માહિતી બહાર આવતાં જ જે તે વોર્ડના સ્થાનિક સ્તરેથી કાર્યકરોમાં ચણભણાટની લાગણી સાથે વિરોધ થઇ રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભાજપમાં ત્રણથી વધુ પૂર્વ સભ્યોએ વોર્ડ બદલવા માટે તૈયારી બનાવી છે. જ્યારે ત્રણેક જેટલા કિસ્સામાં દંપતીએ એક વોર્ડ કે અન્ય વોર્ડમાં દાવેદારી નોંધાવવા માટે પ્રયત્ન કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ભાજપમાં જોવામાં આવે તો ગત વખતે વર્તમાન શહેર ભાજપના પ્રમુખ પુનીત દુધરેજીયા કે જેઓ તે સમયે શહેર ભાજપમાં મહામંત્રીનો હોદ્દો ધરાવતા હતા તેને અને અન્ય એક મહામંત્રી મૂળજી સચદેને કાર્ગો જેવા વોર્ડમાં ટિકિટ આપવામાં આવી હતી. જે તે સમયે આપવામાં આવેલી ટિકિટને લઇને આ બન્ને આગેવાનોનો વોર્ડ ન હોવા સહિત આયાતી ઉમેદવાર હોવા તથા અન્ય ઉમેદવાર પણ આવી રીતે હોવા બાબતે ચણભણાટ ઉઠ્યો હતો.

અલબત, ભાજપને આ ચૂંટણીમાં દુધરેજીયાનો વિજય અપાવવામાં સફળતા મળી હતી. જ્યારે સચદેનો પરાજય થયો હતો. હરાવવા માટે જ કાવાદાવા ખેલાયા હોવા સહિતના મુદ્દે ઉભા થયેલા જે તે સમયના વાતાવરણને પણ હાલના તબક્કે ભાજપના કેટલાક કાર્યકરો વાત યાદ કરીને અાવું પુનરાવર્તન જે તે આયાતી ઉમેદવારો માટે થઇ શકે છે તેવી ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો