તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રામબાગના આઇ ટેકનિશિયનને ભરણપોષણ કેસમાં ઇડર કોર્ટનું તેડું

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આદિપુર પોલીસે વોરંટ બજવી કોર્ટ હવાલે કર્યા, બાહેંધરી પછી જામીન મુક્ત

આદિપુરની રામબાગ હોસ્પિટલમાં આઇ ટેકનિશિયનને ઇડર કોર્ટે 25 માસથી ભરણ પોષણ ન ચુકવાયું હોવાના કેસમાં આદિપુર પોલીસને ઇશ્યુ કરેલા વોરંટ બાદ આ ટેકનિશીયનને રામબાગમાં થી લઇ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. ઇડર તાલુકાના મેસણ ગામના વતની અને આદિપુરની રામબાગ જનરલ હોસ્પિટલમાં આઈ ટેક્નિશિયન તરીકે નોકરી કરતા દિપક પટેલ પોતાની પત્ની અને છ વર્ષ ના બાળકનું 25 માસનું અઢી લાખ ભરણ પોષણ ન ભરતા ઇડર કોર્ટના રિકવરી કમ ધરપક ડ વોરંટ ના આધારે આદિપુર પોલીસે રામબાગ જનરલ હોસ્પિટલ માંથી ચાલુ નોકરીએ અટક કરી કોર્ટ હવાલે કર્યો હતો.

આદિપુર પોલીસ સ્ટેશનની માહિતી મુજબ મેસણ ગામના પટેલ દીપકકુમાર હેમાભાઈનું લગ્ન સમાજ ના રીતરિવાજ મુજબ ચિત્રોડા ગામે 11 વર્ષ અગાઉ થયેલ લગ્ન પછી સારી રીતે ચાલતા સંસારમાં એક પુત્રનો જન્મ થયેલ અને સુખી સંસારમાં દિપકના જીવન માં અન્ય સ્ત્રીના આગમન અને તેની સાથે લગ્ન કરવાની લાલચે એકાએક પતિ-પત્ની વચ્ચે તિરાડ પડી અને દિપક દ્વારા પોતાની પત્નીને રોજેરોજ મારકૂટ કરતો અને કાઢી મુકવા રોજેરોજ ના ઝગડા કરી અન્ય જગ્યાએ લગ્ન કરી લેવા પત્નીને દબાણ કરતો અને છૂટાછેડા લેવા પોતાના સાસરી પક્ષ ના લોકોને પણ હેરાન કરતો જેથી કંટાળીને પત્નીએ 2018 માં હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી જે કેસ ચાલી જતા ઇડર કોર્ટે પોતાની પત્ની નું અને 6 વર્ષ ના બાળકનું દર મહિને દસ હજારનું ભરણ પોષણ બાંધી આપેલ જે છેલ્લા 25 મહિનાનું ચડેલ રકમ કોર્ટના હુકમ છતાં ભરપાઇ ન કરી કોર્ટ ને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતા ઇડર કોર્ટમાં વકીલ ભાલચંદ્ર ગઢવીની ધારદાર દલીલો અને રજૂઆતોના આધારે નામદાર ઇડર કોર્ટના જજ એસ.એન.ઘાસુરાએ આદિપુર પોલીસ સ્ટેશન માં દીપકકુમાર પટેલ વિરુધ્ધ માં રિકવરી અને પકડ વોરંટ મોકલતા પી.એસ.આઈ.બી.એમ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.કો.મયુર ગોસ્વામી અને અન્ય સ્ટાફ સાથે હોસ્પિટલમાં ચાલુ નોકરી દરમ્યાન ધરપકડ કરી ઇડર નામદાર કોર્ટ માં હાજર કરાયા હતા. જેમાં કોર્ટે એક લાખ રૂપિયા ની રકમ જમા કરાવી જામીન આપી બાકી ની ભરણ પોષણની રકમ 16મી માર્ચની મુદતે ભરપાઈ કરવા બાંયધરી આપતા કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો