તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવો સર્વોપરી:જરૂરીયાતમંદોની સેવાથી માનવતા મહેકી ઉઠી

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગરીબ વિસ્તારોમાં કપડા વિતરણ, બાળકોને હોટલમાં ભોજનનું આયોજન
 • દિવાળી નીમીતે વિશેષ નિર્મીત ભોજન સામગ્રીનું વિતરણ કરી ભુલકાઓ સાથે ઉજવણી કરાઈ

મહાપર્વ દિવાળીની વિભિન્ન રીતે કરાઈ રહેલી ઉજવણી વચ્ચે સેવાકિય પ્રવૃતિઓ સાથે સક્રિય સેવા સર્વોપરી સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ વિસ્તારોની મુલાકાત લઈને અબાલ વૃદ્ધોને તમામ પ્રકારની સહાયતા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીધામ, આદિપુર આસપાસ મોટા પ્રમાણમાં આવેલી ઝુપડપટ્ટી અને આર્થિક પછાત વિસ્તારોમાં સેવા સર્વોપરીની ટીમોએ ફરીને કપડા વિતરણ કર્યું હતું. તો બાળકોને લઈને હોટલમાં તેમને ભાવતું ભોજન કરાવાયું હતું. આ સાથે ચાલતી શ્રવણ ટીફીન વ્યવસ્થાને પણ વેગ આપીને પર્વ નિમીતે વિશેષ ભોજન બનાવીને જરૂરીયાતમંદ વૃદ્ધોને પહોંચાડાયું હતું. પ્રણેતા કલ્પેશ આહુજાએ જણાવ્યું હતું કે છોલે પુરી, ઉંધીયુ, પુલાવ, ત્રણ મીઠાઈ સહિતની વિશેષ ભોજન સામગ્રી આ અવસરે કૂનાલ શર્મા, મહેક બઠીજા, અર્જનસિંહ રાઠોડ સહિતના સહયોગથી તૈયાર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો