તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદ્કાર્ય:કચ્છની એકમાત્ર પ્લાઝમા ક્લેક્ટ સેન્ટર રાજાભાઈ બ્લડબેંકમાં માનવતા મહેકી

ગાંધીધામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજથી આવી ત્રણ યુવાનોએ પ્લાઝમા આપ્યો, સ્થાનિક ધોરણે પણ લોકો બહાર આવ્યા
 • નારણભાઈ ગઢવી ચે. ટ્રસ્ટ દ્વારા મહામારી સમયે લોકો માટે આદરાયુ સદકાર્ય

કોરોના મહામારીના કપરા કાળ વચ્ચે આશાની કિરણ સમાજનો યુવા વર્ગ બની રહ્યો છે, કચ્છભરમાં હાલ પ્લાઝમા સેન્ટર ગાંધીધામ ખાતેનું રાજાભાઈ બ્લડબેંક એકમાત્ર છે. તેમાં ભુજથી નિલેશભાઈ આહીર, શૈલેષભાઈ આહીર, યોગેશભાઈ પટેલએ આવીને પ્લાઝમા આપ્યો હતો. તો ગાંધીધામ, આદિપુરમાંથી મોટી સંખ્યામાં યુવાઓ આગળ આવીને પ્લાઝમા આપી રહ્યા છે.

આ કાર્યમાં સ્વ. નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ, આદિપુરના રાજભા ગઢવી, નરેશ રામનાની સહિતના યુવાનો સહયોગ આપી રહ્યા છે. નોંધવુ રહ્યું કે પ્લાઝમાએ કોરોના થયા બાદ નેગેટિવ રિપોર્ટ આવ્યાના 28 દિવસ બાદ અને તે પણ ટોટલ સીરમ, સીબીસી, એન્ટીબોડી એવા ત્રણ રિપોર્ટ કરાવ્યા બાદ, અને વજન 60 કેજી હોય ત્યારે આપી શકાય છે. આ તમામ પ્રક્રિયાઓમાંથી યુવાઓએ સદકાર્યે પસાર થયા હતા અને ટ્રસ્ટે સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો