તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ઓછું છતાં પ્રેસરથી પાણી મળતાં નગરપાલિકાને થઇ રહી છે રાહત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની નવી ટીમ દ્વારા પાણીના વિતરણ પર રખાઇ રહી છે વોચ
  • ભવિષ્યના આયોજન પર પણ ધ્યાન આપવાની જરૂર : વરસામેડી પાસે વાલ્વ ખોલાતા પ્રશ્ન હલ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા તેમને ફાળવવામાં આવતા પાણીના જથ્થાની વધઘટથી લોકોને પુરતા પ્રેસરથી અને સમયસર પાણી મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. નવી ટીમ દ્વારા લોકોને પાણી મળે અને પાણી પુરવઠા બોર્ડમાંથી પણ સમયસર પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ફાળવાય તે માટેના પ્રયત્ન કરાયા છે. વરસામેડી ખાતે એક બંધ પમ્પ ખોલવામાં પણ આવ્યો છે. આમ છતાં જેટલું પાણી જરૂર છે તેટલું પાણી ફાળવવામાં આવતું નથી. 32થી 35 એમએલડી પાણી આપવામાં આવે છે જેમાંથી અંદાજે 3 એમએલડી પાણી આદિપુરમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં સામાન્ય રીતે બારેમાસ કોઇને કોઇ વિસ્તારમાં પાણીની તંગીની ફરિયાદો ઉભી થાય છે. જેને લઇને કેટલાક સ્થળો પર તો ટેન્કર ચલાવવાની નોબત આવે છે. સામાન્ય રીતે ટેન્કર થકી પાણી આપવું ન જોઇએ પરંતુ કેટલાક વિસ્તારોમાં પાલિકાના નેટવર્કનો અભાવ હોવાથી કોઇને કોઇ કારણોસર ટેન્કરો મોકલવાની નોબત આવતી હતી.

હવે પાણીના નેટવર્કમાં સુધારો અંદાજે 30 કરોડની પાણીની લાઇન નાખ્યા પછી કેટલાય વિસ્તારોમાં થઇ રહ્યો છે ત્યારે પાલિકા પાસે પાણીની લાઇનના લીકેજ કે વર્ષો જૂની લાઇન હોવા સહિતની દલીલ કરી શકાય તેવા મુદ્દાઓ રહ્યા નથી. નક્કર રીતે લોકોને સમજાવવું પડશે અને પાણી મળી રહે તે માટે કામગીરી કરવી પડશે.

પાણીની બૂમ ન હોવાનો વોટર વર્કસ ચેરમેનનો દાવો
પાણી સમિતિના ચેરમેન સંજય ગર્ગે ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, હાલ પાણીની પરીસ્થિતિમાં સુધારો આવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી પુરતા પ્રમાણમાં મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં અન્ય આયોજન કરીને લોકોને પાણી પીવાનું મળે તે માટે પ્રયાસ કરાશે.

પાંચ દિવસ મળેલું પાણી
તારીખએમએલડી
2033
2132
2235
2334
2437

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...