તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:છતે પાણીએ સંકુલના લોકોને તરસે રાખવા સામે લોકરોષ

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે ટેક્સની પદ્ધતિ સામે સુધારો કરવા કરી માગણી
  • ગ્રાન્ટ વગર વિકાસના કામ કેવી રીતે થશે તે સહિતના મુદ્દે મનોમંથન કરાયું

ગાંધીધામ નગરપાલિકાના નબળા શાસકોને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. લોકોના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં રજૂઆતો થાય છે પરંતુ નિરાકરણ આવતું નથી. ગાંધીધામ- આદિપુરમાં પુરતા પ્રમાણમાં પાણી મળતું હોવા છતાં લોકોને પાણી આપવામાં આવતું ન હોવાના મુદ્દે આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુખ્ય અધિકારી સાથે બેઠક યોજીને તબક્કાવાર મનોમંથન કર્યું હતું. ટેક્સની પદ્ધતિમાં સુધારો લાવી વિકાસ કામને વેગ મળે તે દિશામાં પગલા ભરવાથી લઇને અન્ય મુદ્દાઓ રજૂ કરી ઓનલાઇન કરવામાં આવતી ફરિયાદનું નિરાકરણ આવતું નથી તે મુદ્દે ધ્યાન દોરી લોક સમસ્યા ઉકેલવા માગણી કરી હતી.

શહેરમાં પીવાનું પાણી મળી રહે તે માટે સત્તા પક્ષ દ્વારા લેવાતા પગલામાં યાંત્રીક ખામી કે વિતરણ વ્યવસ્થાને કારણે એક સાંધે ને તેર તુટે તેવી સ્થિતિ અવારનવાર ઉભી થાય છે. 3-એબી, સુંદરપુરી, સેક્ટર-5, 10-બીસી, ગણેશનગર, 4-એબી, આદિપુરના ઘણાખરા વિસ્તારોમાં પાણી મળતું ન હોવાના મુદ્દે ફરીયાદ કર્યા પછી પણ પગલા ન ભરાતા લોકોને મોંઘાભાવના ટેન્કર લેવા પડતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. પાલિકાના મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાને કોંગ્રેસના પ્રતિનિધિમંડળના સંજય ગાંધી, સમીપ જોશી અને અમીત ચાવડાએ તબક્કાવાર જુદા જુદા મુદ્દાઓ રજૂ કરીને લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળે તે માટે માગણી કરી હતી.

ટેક્સની આકારણીની ખામીથી લઇને 18 ટકા વ્યાજની પદ્ધતિ વગેરેમાં પણ લોકોને હાડમારી ભોગવવી પડે છે, તે દૂર કરવા જણાવાયું હતું. સરકારમાંથી ગ્રાન્ટ આવતી ન હોવાથી વિકાસના કામો કેવી રીતે થશે તે અંગે પણ ટકોર કરીને પગલા ભરવા માગણી કરી હતી. પાલિકામાં સત્તાપક્ષમાં તો વિપક્ષ ઉભરી રહ્યો છે. પરંતુ હકીકતે કોંગ્રેસે વિપક્ષ તરીકે જે ભૂમિકા ભજવવી જોઇએ તે ભજવવા આગળ આવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...