તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ક્ષમતાથી વધુ કન્ટેઇનરોના ભરાવાથી કલાકો ટ્રાફિકજામ

ગાંધીધામ / કંડલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યોગ્ય માળખા અને વ્યવસ્થાનો અભાવ
 • કંડલામાં માર્ગોની સ્થિતિ વધારી રહી છે સમસ્યા

દેશના અગ્રગણ્ય બંદરમાં ટ્રાફિક અને વેઈટીંગની સમસ્યા હવે સતત વધી રહી હોવાની રાવ ઉઠવા પામી છે. સુત્રોએ જણાવ્યું હતું કે કન્ટેનર ટ્રાફિક ક્ષમતા કરતા વધુ થઈ જતા સમસ્યામાં વધારો થયો હતો. વેઈટીંગ અને ટ્રાફિક કલાકો સુધી ખેંચાયું હતું.દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી અન્યાયી વલણ દાખવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠતી રહે છે ત્યારે એક સમયે જહાજોની વેઈટીંગમાં લાંબી કતારો લાગેલી રહેતી તે કંડલા બંદરમાં મધ્યકાળમાં પરિસ્થિતીઓને નીચેનો જુકાવ લીધા બાદ હવે ફરી ઉજળી પરિસ્થિતિઓ ઉભી થઈ છે.

પરંતુ યોગ્ય માળખાના અભાવના કારણે તેનો લાભ પોર્ટ જોઇએ તેવો લઈ ન શકી રહ્યું હોવાનું ઉપભોક્તાઓ જણાવી રહ્યા છે. અગાઉથીજ ટ્રાન્સપૉર્ટ સંગઠનો સાથે વે બ્રીજ અને રોડ રસ્તાઓ સ્થિતિને લઈને ઠનેલી છે ત્યારે હવે વધુ એક વાર આજ પ્રકારના કારણોથી ફરી લાંબુ ટ્રાફિક અને વેઈટીંગ લાગી જતા લોડીંગ, અનલોડિંગની પ્રક્રિયા લંબીત થઈ હતી. અહીં નોંધવું રહ્યું કે, સમગ્ર દેશમાં સૌથી વધુ કાર્ગો હેન્ડલ કરવાના વિક્રમને વારંવાર પ્રસ્થાપીત કરતું કંડલા પોર્ટ તેના ઉપભોક્તાઓ માટે યોગ્ય અને સરળ માળખું શા માટે નથી આપી શકતું તે યજ્ઞ પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો