તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વિદેશી શરાબ વેંચતો હોટલ સંચાલક પકડાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આદિપુર પાસે 8 હજારના મોંઘા દારૂ સાથે 1 જબ્બે
  • 17 હજારના મકાનમાંથી 25 હજારનો દારૂ ઝડપાયો

ગાંધીધામના જવાહરનગર પાસે આવેલી હોટલનો સંચાલક વિદેશી દારૂ વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે 2 બોટલ સાથે પકડી લીધો હોવાની તેમજ આદિપુર જુમ્મા ફાટક પાસે મોંઘા શરાબની રૂ.8 હજારની કિંમતની બે બોટલ લઇને જઇ રહેલા બાઇક ચાલકને સ્થાનીક પોલીસે પકડી લીધો હતો. તો સતર હજાર વિસ્તારના મકાનમાંથી રૂ.25 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો પણ આરોપી હાજર મળ્યો ન હતો.

બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત મધરાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જવાહરનગર પાસે આવેલી મીની પંજાબી હોટેલનો સંચાઇક અંગ્રેજસિંહ લઘધીરસીંઘ જાટ પોતાની હોટેલમાં વિદેશી દારૂનું વેંચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે હોટલ પર દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલો સાથે તેને પકડી લઇ ગુનો નોંધ્યો હતો.

તો સતર હજાર વિસ્તારમાં રહેતો આર્યન હરીભાઇ વિગોરા પોતાના મકાનમાં વીદેશી દારૂ રાખી વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી રૂ.25,700 ની કિંમતના વિદેશી દારૂની 66 બોટલ અને 26 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા પણ આરોપી આર્યન હાજર મળ્યો ન હતો.

તો આદિપુર પોલીસે ગત સાંજે પેટ્રોલિંગ દરમિયાન જુમ્માપીર ફાટક પાસેથી બાઇકમાં મોંઘા શરાબની બોટલો લઇને જઇ રહેલા બાઇક સવાર સિધ્ધાર્થ સુનિલભાઇ ફીચડીયાને રૂ.8,600 ની કિંમતના વિદેશી દારૂની બે બોટલ સાથે પકડી તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...