તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના માટે સતર્કતા:ત્રીજી લહેર માટે હોસ્પિટલોને કરાઇ સજ્જ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે ઓક્સિજન પ્લાન્ટ સક્રિયઃ 250થી વધુ નિઃશુલ્ક બેડની સુવિધાથી તાલુકો સજ્જ હોવાનો દાવો
  • રામબાગ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના બેડની સંખ્યા 18થી વધારીને 50 કરાઈ

ગાંધીધામ તાલુકામાં કોરોનાની ત્રીજી લહેર માટે સજ્જ કરવાના પ્રયાસોને શરૂ કરી દેવાયા છે. ડીપીટીના સહયોગથી નવનિર્મીત બે ઓક્સિજન પ્લાન્ટ સક્રિય થઈ ગયા છે તો હાલની પરિસ્થિતિઓ અનુસાર નિઃશુલ્ક કોરોના બેડની ઉપલબ્ધતા 250 બેડ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

કોરોના કાળની બીજી લહેરથી સમગ્ર દેશની જેમ ગાંધીધામ તાલુકો પણ ખુબ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. બેડ, ઓક્સિજન કે દવાઓ ના મળવી તે દરેક દર્દીઓની ફરિયાદ બની હતી. આ વચ્ચે હવે ત્રીજી લહેરની આગાહી સમય આડે થોડો સમય બચ્યો છે ત્યારે તે માટે કેટલા આપણે તૈયાર છીએ છે તે જાણવા દિવ્ય ભાસ્કરે કરેલી પડતાલમાં આ બાબતો સામે આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે રામબાગ હોસ્પિટલમાં જે ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા 18 હતી, તેને વધારીને 50 પથારીની કરી દેવાઈ છે.

આ સાથે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના સહયોગથી ડિપીટી હોસ્પિટલ, ગોપાલપુરી અને રામબાગ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ પણ શરુ થઈ ચુકયો છે. જેના થકી સીધા દર્દીની પથારી સુધી ઓક્સિજનનો સપ્લાય આપી શકાશે. ઉપરાંત લીલાશાહ કુટીયામાં 108 બેડ ઓક્સિજનની સુવિધા યુક્ત ઉપલબ્ધ છેજ, તો સેન્ટ જોસેફમાં પણ 100 બેડ ઉપલબ્ધ છે.

આમ કુલ નિઃશુલ્ક સરકારી રાહે કોરોના સુવિધાનાં 250 જેટલા બેડ હાલની પરિસ્થિતિ અનુસાર ઉપલબ્ધ રહેલા છે. જેમાં ખાનગી હોસ્પિટલોના બેડની ગણના નથી કરાઈ રહી. આ સીવયા ખાનગી હોસ્પિટલોને પણ ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા સચેત રહેવાના સૂચનો અપાયાનું સુત્રોએ જણાવ્યું હતું.

દક્ષિણ ભારત, હૈદરાબાદથી બેનો પોઝિટિવ રિપોર્ટ
ગાંધીધામમાં શનિવારના કરાયેલા પરીક્ષણમાં એક દક્ષિણ ભારતથી આવેલો શખ્સ રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો હતો. તો બીજી તરફ હૈદરાબાદથી કંડલા કામ અર્થે આવેલો એક યુવાન પોઝિટિવ આવતા ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જે તેના મેનેજરના કહેવાથી બે કલાકમાંજ દવાખાનાથી રજા લઈને સંભવત પરત હૈદરાબાદ જવા રવાના થયો હતો.

અન્ય સમાચારો પણ છે...